વિવાદમાં ફસાતી રહેલી નીટની પરીક્ષા હવે તા.3 ઓગષ્ટના રોજ યોજાશે.
તા.15 જૂનના અગાઉ નિશ્ચિત થયેલી આ પરીક્ષા સુપ્રીમકોર્ટ દેશભરમાં એક જ શીફટમાં લેવા આદેશ આપ્યા બાદ હવે તા.3 ઓગષ્ટના લેવા મંજુરી આપી છે.
સુપ્રીમે આદેશ આપ્યો કે હવે તા.3 ઓગષ્ટની પરીક્ષામાં કોઈ વિલંબ સર્જાવો જોઈએ નથી.
એક જ શિફટમાં પરિક્ષા લેવા દેશભરના સેન્ટરોમાં નવેસરથી તમામ વ્યવસ્થા કરવી પડે તે નિશ્ર્ચિત બન્યુ હતું અને તેના કારણે પરીક્ષાનું ટાઈમ ટેબલ ફેરવાયુ છે.
દેશભરમાં 1000થી વધુ સેન્ટરોમાં આ પરીક્ષા લેવાશે.