બળબળતા ઉનાળાથી માંડીને અન્ય કોઈપણ સિઝનમાં અનેકવિધ મુશ્કેલીઓનો સામનો, કરતા ટ્રક ચાલકોને હવે ‘ઠંડો-ઠંડો’ અહેસાસ થશે.
ભારતમાં વેચાનારા તમામ મીડીયમ અને ભારે ટ્રકમાં એસી કેબીન ફરજીયાત રહેશે.
કેન્દ્ર સરકારે દોઢ વર્ષ પુર્વે લીધેલા નિર્ણયનો 8મી જુન એટલે કે આજથી અમલ થશે.
સરકારી નિયમ પૂર્વે અમુક ટ્રક ઉત્પાદકોએ મોડેલ અપગ્રેડ કરવા સાથે એકથી અઢી ટકા સુધીનો ભાવ વધારો કરી દીધો છે. અન્ય અમુક તેમ કરવાની તૈયારીમાં છે.
ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનાં સુત્રોએ કહ્યું કે ટ્રકમાં ભાવ વધારાથી ટુંક ગાળામાં ટ્રકનાં વેચાણને કદાચ અસર થઈ શકે.
પરંતુ એસી કેબીન જેવી સુવિધાને કારણે ડ્રાઈવરોની કાર્યક્ષમતા વધશે ઉપરાંત માર્ગ અકસ્માતમાં પણ ઘટાડો શકય બનશે.
ટ્રક ઉત્પાદક કંપની ટાટા મોટર્સનાં વાઈસ પ્રેસીડેન્ટ રાજેશ કૌલે કહ્યું કે કંપનીએ મીડીયમ-ભારે ટ્રકની સમગ્ર રેન્જમાં એસી કેબીન આપવાનું શરૂ કરી દીધુ છે.
એસીને કારણે ફયુઅલ માઈલેકમાં 2 થી 5 ટકાનો ઘટાડો થશે છતાં ડ્રાઈવરોને સારૂ વાતાવરણ મળવા સાથે કાર્યક્ષમતામાં વધારો થશે.
કંપની ભારે હોર્સપાવર ટ્રકમાં ફયુઅલની બચત તથા માલીકને ન્યુનતમ ખર્ચ પર ખાસ ધ્યાન આપે છે.
નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે ટ્રક ચાલકોની કાળજી રાખવાનાં ઉદેશ સાથેના આ કદમથી ભારતીય લોજીસ્ટીક ક્ષેત્રે મોટો બદલાવ આવશે.
ટુંકા ગાળામાં ભલે બોજ વધે પરંતુ સુરક્ષા-સુવિધા અને કાર્યક્ષમતાનાં લાભ લાંબા ગાળે જોવા મળશે.
હાલ તુર્ત એસી કેબીનખર્ચને કારણે ભાવ વધારો થાય તો પણ અન્ય કારણોએ ટુંકા ગાળામાં વધુ ભાવ વધારો થવાની સંભાવના નથી.
વોલ્વો આઈશર કોમર્સીયલ વ્હીકલનાં કહેવા પ્રમાણે ટ્રકના મોડલ આધારીત ભાવમાં વધારો થશે.
ટ્રક વેંચાણ અર્થતંત્ર સાથે વ્યાપક પણે સંકળાયેલુ છે. લાંબાગાળે પોઝીટીસ અસર થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રકનું વેચાણ આગલા વર્ષનાં 320244 યુનિટથી ઘટીને ગત વર્ષે 307491 રહ્યું હતું.
સામાન્ય ચૂંટણીને કારણે ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે કામચલાઉ સ્લોડાઉન આવ્યાની અસરથી આમ બન્યુ હતું હવે ટુંકા ગાળામાં સેકન્ડ હેલ્ડ ટ્રકની ડીમાંડ થશે માલ ભાડામાં પણ વધારો થશે.
ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનાં સુત્રોએ કહ્યું કે ડ્રાઈવરોની હાલત સુધારવા માટે માત્ર એસી કેબીન જ નહિં. અન્ય ઘણુ કરવુ પડે તેમ છે.
તેઓને આરામ કરવા અધવચ્ચે રસ્તામાં યોગ્ય સુવિધા મળે તેવી વ્યવસ્થા પણ જરૂરી છે.