દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવે છે, જે આપણને કુદરત અને પર્યાવરણની સંરક્ષણની મહત્વતાને યાદ અપાવે છે.
ત્યારે આ વર્ષે રણદીપ હુડા અને તેની પત્ની લિન લૈશરામે ભેગા મળીને મધ્ય પ્રદેશના કાન્હા નેશનલ પાર્ક નજીક 500થી વધુ વૃક્ષો વાવ્યા હતા.
આ કામમાં ગામના લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાન્હા નેશનલ પાર્ક દેશના સૌથી પ્રખ્યાત જંગલોમાંનો એક છે.
રણદીપ હુડાની પત્ની લિન લૈશરામ પણ અભિનેત્રી અને બિઝનેસવુમન છે અને તેણે આ વૃક્ષ વાવેતર અભિયાનમાં સંપૂર્ણ સાથ આપ્યો હતો.
તેણે કહ્યું કે, મને આનંદ છે કે આ ઇકોસિસ્ટમની રક્ષા માટે કંઈક કરવાનો મોકો મળ્યો.
રણદીપ પોતે એક વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર પણ છે અને તેને જંગલો અને પ્રાણીઓ સાથે ગાઢ લગાવ છે.
રણદીય અને લિનનો આ પ્રયાસ માત્ર વૃક્ષ વાવેતર સુધી સીમિત નહોતો, તેમણે લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે જાગ્રત પણ કર્યા હતા.
તેમનું આ પગલું ઘણા લોકોને સુરક્ષિત ભવિષ્ય તરફ વિચારવા માટે પ્રેરણા આપી રહ્યું છે.