ઈન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ નવું સ્માર્ટ અઈં ચેટબોટ AskDISHA 2.0 લોન્ચ કર્યું છે.
એ તમારો અવાજ સાંભળીને તમને જરૂરી અસિસ્ટન્સ આપશે.
આ ચેટબોટ હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી જેવી બીજી અનેક ભાષાઓમાં કામ કરે છે.
આ ચેટબોટ દ્વારા તમારા વોઈસ-કમાન્ડથી જ તમે ટિકિટ બુક કે કેન્સલ કરાવી શકશો.
એ માટે પાસવર્ડની પણ જરૂર નહીં પડે.
માત્ર IRCTCમાં તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખીને OTPથી પૂરી પ્રોસેસ કરવાની રહેશે.
IRCTCની ઑફિશિયલ વેબસાઈટ કે એપ ઓપન કરીને AskDISHA ક્લિક કરો.
ચેટમાં ’ટિકિટ બુક’ ટાઈપ કરીને કે બોલીને કમાન્ડ આપો. ક્યાંથી ક્યાં ટ્રાવેલ કરવું છે, કઈ તારીખે કયા ક્લાસમાં ટ્રાવેલ કરવું છે એની વિગતો કહેશો એટલે તમને એના તમામ ઓપ્શન્સ અને અવેલેબિલિટી આવી જશે.
ઓપ્શન પસંદ કરીને કોચ અને સીટ પસંદ કરીને પેસેન્જરનું નામ ઍડ કરો. OTP થકી પેમેન્ટ કરીને ટિકિટ કન્ફર્મ કરો.IRCTCની ઑફિશ્યલ વેબસાઈટ કે ઍપ ઓપન કરીને AskDISHA ક્લિક કરો.
ચેટમાં ટિકિટ કેન્સલનો વોઇસ-કમાન્ડ આપો. એટલે તમે બુક કરેલી ટિકિટોનું લિસ્ટ આવશે.
એમાંથી જે ટિકિટ કેન્સલ કરવી હોય એ પસંદ કરશો એટલે કેન્સલેશનનો મેસેજ તમારા મોબાઇલ પર આવી જશે.