ભારતીય અમેરિકી છાત્ર ફૈઝાન જકીએ પ્રતિષ્ઠિત 2025 ‘સ્ક્રિપ્સ નેશનલ સ્પેલીંગ બી’સ્પર્ધા જીતી લીધી છે.
13 વર્ષિય ફૈઝાન ટેકસાસનાં સી.એમ.રાઈસ મિડલ સ્કુલમાં 7માં ધોરણમાં ભણે છે તેને ફાઈનલમાં ‘એકલેટસિસમેન્ટ’ શબ્દની સાચી જોડણી બતાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.
આ શબ્દનો અર્થ થાય છે કોઈ ભ્રમ કે અસ્પષ્ટતાને દુર થવી અર્થ આત્મજ્ઞાન ફૈઝાન ગત વર્ષે આ સ્પર્ધામાં બીજા સ્થાને હતો.
સ્પર્ધાનાં આઠમા રાઉન્ડમાં ભૂલ છતાં ફૈઝાને દમદાર વાપસી કરી હતી.
આખરે ફૈઝાને સૌને પછાડીને ખિતાબ જીત્યો અને કહ્યું.હું ઘણો જ ખુશ છું. આ એક અદભૂત અનુભવ છે.
સ્પર્ધામાં બીજા નંબરે કેલિફોર્નીયાની સર્વદન્યા અને ત્રીજા નંબરે જયોર્જિયાનો સર્વ ધરાવને રહ્યા હતા.