ટાઈમ મેગેઝિને મંગળવાર, 20 મેના રોજ, પ્રથમ વખત વિશ્વના ટોચના 100 દાનવીરોની યાદી જાહેર કરી છે.
આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુકેશ અને નીતા અંબાણીએ 2024માં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ₹407 કરોડનું દાન આપ્યું હતું.
આ ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ વિકાસ અને મહિલા સશક્તીકરણ માટે કામ કરે છે.
આ ઉપરાંત, વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજી અને ઝીરોધાના સહ-સ્થાપક નિખિલ કામથનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ટાઇટન્સની શ્રેણીમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો સમાવેશ
વોરેન બફેટ અને જેક મા જેવા મોટા ઉદ્યોગપતિઓનો પણ સમાવેશ
અંબાણી ફાઉન્ડેશને 10,000 યુવાનોને શિષ્યવૃત્તિ આપી
અંબાણી પરિવારે 10,000થી વધુ યુવાનોને શિષ્યવૃત્તિ આપીને શિક્ષિત કર્યા છે.
500થી વધુ શાળાઓના માળખાગત સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો છે અને 20 હોસ્પિટલોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ગ્રામીણ વિસ્તારોમાં ટકાઉ ખેતી અને પાણી બચાવવાની પદ્ધતિઓ શીખવવામાં આવી, જેનો લાભ 10,000થી વધુ ખેડૂતોને મળ્યો.
આ ઉપરાંત, નીતા અંબાણીએ 1 લાખથી વધુ મહિલાઓને કૌશલ્ય તાલીમ આપીને આત્મનિર્ભર બનાવી છે.
અંબાણી પરિવાર વિશ્વના ટોચના 25 સૌથી ધનિક પરિવારોમાં 8મા ક્રમે છે
આ પહેલા બ્લૂમબર્ગે વિશ્વના 25 સૌથી ધનિક પરિવારોની યાદી જાહેર કરી હતી. આમાં, અંબાણી પરિવાર 8.45 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે 8મા ક્રમે હતો.
ભારતનો મિસ્ત્રી પરિવાર 3.5 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે 23મા ક્રમે રહ્યો.
વોલ્ટન પરિવાર, જે કન્ઝ્યુમર રિટેલ કંપની વોલમાર્ટ ચલાવે છે, તે યાદીમાં ટોચ પર છે.
આ યાદીમાં UAE અને કતારના રાજવી પરિવારો બીજા અને ત્રીજા સ્થાને હતા.