ઓપરેશન સિંદુરને લઈને ભારતીય સેનાએ વધુ એક વિડીયો જાહેર કર્યો છે.
જેમાં સેનાએ દેખાડયુ છે કે પાકિસ્તાન તરફથી છોડવામાં સામેલ ડ્રોનને કેવી રીતે તોડી પડાયા.
ભારતીય સેનાએ જણાવ્યું હતું કે પાકિસ્તાને અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ-સુવર્ણ મંદિર પર મિસાઈલ છોડી હતી.
જેને ભારતીય એર ડિફેન્સે નિષ્ફળ બનાવી દીધી હતી, સુવર્ણ મંદિર પર પાક.ના હુમલાના પ્રયાસને લઈને હવે સુવર્ણ મંદિરને એર ડિફેન્સ સિસ્ટમથી સજજ કરવાનો સેનાએ નિર્ણય લીધો છે.
દરમિયાન સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી રાજસ્થાનના સીમાવર્ય વિસ્તાર લોંગેવાલાની પાંચમી વાર મુલાકાત લીધી હતી.
તેમણે ઓપરેશન સિંદુરમાં મહત્વની ભૂમિકા ભજવનાર જવાનોની પ્રશંસા કરી હતી.
ભારતીય વાયુસેના અને BSF સાથે મળીને કરેલી સંયુક્ત કાર્યવાહીની સમીક્ષા કરી હતી.
સેના પ્રમુખનો લોંગોવાલામાં પાંચ દિવસમાં આ પાંચમો પ્રવાસ હતો.