ડીઝલ-પેટ્રોલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સના કંપોનેટ બનાવતી કંપની બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ 21 મેના રોજ તેનો IPO એટલે કે ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ઓપન કરી રહી છે.
રોકાણકારો આ ઇશ્યૂ માટે 23 મે સુધી બોલી લગાવી શકશે. કંપનીના શેર 28 મેના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
કંપની આ ઇશ્યૂ દ્વારા કુલ 2,150 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. આ માટે, કંપની લગભગ 23.89 કરોડ નવા શેર જાહેર કરશે.
કંપનીના હાલના રોકાણકારો અથવા પ્રમોટર્સ ઓફર ફોર સેલ એટલે કે OFS દ્વારા એક પણ શેર વેચશે નહીં.
જો તમે પણ આ IPOમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તેની સાથે સંબંધિત બધી વિગતો તમારી સાથે શેર કરી રહ્યા છીએ...
નોંધ- આ ટેંટેટ્વ ડેટ્સ છે. આમાં ફેરફાર થઈ શકે છે.
રોકાણ મિનિમમ અને મેક્સિમમ કેટલું કરી શકાય છે?
બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝે IPO પ્રાઇસ બેન્ડ ₹85 થી ₹90 નક્કી કર્યો છે. રિટેલ રોકાણકારો ઓછામાં ઓછા એક લોટ માટે બોલી લગાવી શકે છે, જેમાં 166 શેર હશે.
જો તમે IPOના 90 રૂપિયાના અપર પ્રાઇસબેન્ડ મુજબ 1 લોટ માટે અરજી કરો છો, તો તમારે તેના માટે 14,940 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
તેમજ, રિટેલ રોકાણકારો વધુમાં વધુ 13 લોટ અથવા 2158 શેર માટે અરજી કરી શકે છે. આ માટે રોકાણકારોએ અપર પ્રાઇસબેન્ડ અનુસાર રૂ. 1,94,220નું રોકાણ કરવું પડશે.
ઇશ્યૂનો 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે રિઝર્વ છે
કંપનીએ IPOનો 50% હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે રિઝર્વ રાખ્યો છે.
આ ઉપરાંત 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અને બાકીનો 15% હિસ્સો બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે રિઝર્વ છે.
કંપની ટુ-વ્હીલર અને EV માટેના પાર્ટ્સ બનાવે છે
1996માં સ્થપાયેલી બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ ટુ-વ્હીલર, ફોર-વ્હીલર, કોમર્શિયલ અને ઇલેક્ટ્રિક વાહનો માટેના કંપોનેટ બનાવે છે.
ભારતમાં ટુ-વ્હીલર મેટલ કમ્પોનેટ્સ સેગમેન્ટમાં કંપનીનો હિસ્સો 24% છે.
બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ આ સેગમેન્ટમાં બજારમાં ટોપ ત્રણ કંપનીઓમાંની એક છે.
કંપનીનો બજાજ ઓટો, હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયા, હીરો મોટોકોર્પ, જગુઆર લેન્ડ રોવર અને રોયલ એનફિલ્ડ મોટર્સ જેવી કંપનીઓ સાથે લોંન્ગ ટર્મથી બિઝનેસ છે.
બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ દેશના 8 રાજ્યોમાં 15 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કાર્યરત છે.
કંપનીના ઓટોમોટિવ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં ચેસિસ સિસ્ટમ્સ, એક્ઝોસ્ટ સિસ્ટમ્સ, બોડી-ઇન-વ્હાઇટ પાર્ટ્સ, પોલિમર કંપોનેટ, બેટરી કન્ટેનર, સસ્પેન્શન અને સ્ટીયરિંગ કોલમ સહિત 1,000થી વધુ વિવિધ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.