કેટલાક બાળકોને જન્મજાત સાંભળતા હોતા નથી. પરંતુ આવા બાળકોની મદદે સરકાર આવી છે અને જન્મજાત બહેરા બાળકોને સાંભળતા કર્યા છે.
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં બાળકોને કોકલિયર ઈમ્પ્લાન્ટ એક્સટર્નલ સ્પીચ પ્રોસેસના વિતરણ ફિટિંગ મેપિંગ કરવામાં આવ્યું છે.
એક્સટર્નલ સ્પીચ પ્રોસેસ 2.50 લાખનો ખર્ચ થતો હોય છે. સરકાર દ્વારા સ્પીચ પ્રોસેસ નિઃશુલ્ક આપવામાં આવે છે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે જન્મજાત બહેરાશની તકલીફ હોય તેવા બાળકને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નિ:શુલ્ક કોકલિયર ઈમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન નિ:શુલ્ક લગાવી આપવામાં આવે છે.
નાનું બાળક રમત ગમત કરતા કાનની બહાર લગાવવાનું એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન ખોઈ બેસે છે કે પછી તૂટી જાય કે બગડી જાય છે ત્યારે બાળક ફરીથી શ્રવણ શક્તિ ગુમાવે છે.
આવા બાળકને રાજ્ય સરકાર કોકલિયર ઈમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન બીજીવાર નિ:શુલ્ક લગાવી આપશે. મશીન ભલે તૂટે, બાળકના સપના નહીં તૂટવા દઈએ.
100 બાળકોને કોકલિયર ઈમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીનનું વિતરણ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.
કુલ 220 બાળકોને, રૂપિયા અઢી લાખનું એક એવા આ મશીનનું બીજીવાર ફીટીંગ અને મેપિંગ કરી આપવાનું આયોજન હાથ ધરાયું છે.
બાકી રહેલા 120 બાળકોના પણ પ્રોસેસર ઈમ્પ્લાન્ટ ટૂંક સમયમાં નવા બદલી આપવામાં આવશે. બાળક એ દેશનું ભવિષ્ય છે.
બધિરતાની તકલીફ કે મશીન બગડી જવાના કારણે બાળકનું ભણતર અટકી જાય અને તેનું ભવિષ્ય ધૂંધળું બને તેવું સરકાર થવા નહીં દે.
ઉલ્લેખનીય છે કે, સરકારે ઓડિયોલોજીમાં ઉચ્ચ તબીબી અભ્યાસ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ઊભું કર્યું છે.
અત્યાર સુધીમાં 9 હજાર લોકોએ બહેરાશ સંબંધી સારવાર અહીં લીધી છે. 4 હજાર થી વધુ કોકલિયર ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યા છે.
સ્પીચ થેરાપી માટેના સાઉન્ડ પ્રુફ રૂમ અને અધ્યતન સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે.