શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત રાખવા માટે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એક બીડું ઝીલવામાં આવ્યું છે.
જ્ઞાન સંકલ્પ કાર્યક્રમ અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ કે જેઓ ભણવામાં હોશિયાર હોય પણ તેઓ આર્થિક સ્થિતિના કારણે ભણી ન શકે તે માટે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા દાતાઓની મદદથી તેમની ભણવાની તમામ જવાબદારી લેવામાં આવી છે.
સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ભણી શકે તે માટે આ ખુબ સારું કાર્ય કરવામાં આવી રહ્યું છે.
નબળા વર્ગના વિદ્યાર્થીઓ જે ભણવામાં ખુબ હોશિયાર હોય પણ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે તેઓ આગળ ભણી શકતા નથી.
ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવાનું બીડું ઝડપવામાં આવ્યું છે. દાતાઓના સહયોગથી જ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે.
અનેક વિદ્યાર્થીઓ કરી રહ્યા છે ઉચ્ચ અભ્યાસ
સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમાજના જરૂરિયાતમંદ બાળકો માટે એક ઉત્તમ વ્યવસ્થા ગોઠવીને તેમને દત્તક લેવામાં આવે છે.
વિદ્યાર્થીઓના હાઈએજ્યુકેશન સુધીનો તમામ ખર્ચ આ સમાજ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. આ કાર્ય છેલ્લા 8 વર્ષથી કરવામાં આવી રહ્યું છે.
પહેલા વર્ષનો જે વિદ્યાર્થી હતો એ અત્યારે મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.
આવા અનેક વિદ્યાર્થીઓ છે કે જેઓ CA, મેડિકલ સહિત અનેક ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરી રહ્યા છે.
જેના માટે અમને પણ ગૌરવ છે અને તેમના પરિવારના આશિર્વાદ પણ અમને ખુબ મળી રહ્યા છે.
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું કે, "બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત જ્ઞાન સંકલ્પ કાર્યક્રમમાં મેં જોયું કે અહીંયા બાળકો અત્યારે જે પરીક્ષા આપી રહ્યા છે અને તેમને જેઓ માર્ગદર્શન આપી રહ્યા છે તે બધાને વંદન છે.
આ બ્રહ્મ સમાજ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે છે અને તેઓ આગળ કઈ રીતે વધી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવે છે."
આ વિદ્યાર્થીઓને આગળ કંઈ ફિલ્ડમાં એડમિશન લેવુંથી લઈને ભણવાની તમામ જવાબદારી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા લેવામાં આવી રહી છે.
જે ખુબ સારી વાત છે. ત્યારે રમેશ ટીલાળાએ સમસ્ત બ્રહ્મ સમાજના દાતાઓનો અને જે આ જવાબદારી સાથે આગળ વધી રહ્યા છે તે તમામને શુભકામના પાઠવી હતી.