દક્ષિણનો સ્ટાર ઋષભ શેટ્ટી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે.
અભિનેતા ટી-સીરીઝની એક ફિલ્મમાં ભગવાન હનુમાનના રોલમાં જોવા મળશે.
આ ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી.
ભૂષણ કુમાર અને ઋષભ શેટ્ટીએ આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે. આ ફિલ્મને ૨૦૨૬માં રિલીઝ કરવાની યોજના છે.
આ ફિલ્મને કન્નડ, હિંદી, તેલુગુ અને તમિલ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. માહિતી અનુસાર, અભિનેતા જલદી પોતાના નવા લૂક માટે ફિઝિકલ, ટ્રાન્સફોર્મેશન અને તાલીમ પણ જલદી જ શરૂ કરવાનો છે.
ઋષભ શેટ્ટી હાલ તેની 'કાંતારા'ની પ્રીકવલમાં વ્યસ્ત છે.
આ ફિલ્મ આગામી ઓક્ટોબરમાં રીલિઝ થવાની છે.
ત્યારબાદ તે ભૂષણ કુમારની આ ફિલ્મનું શૂટિંગ શરુ કરે તેવી સંભાવના છે.