Whatsapp એ વિશ્વનું સૌથી મોટું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે, જેના 3.5 અબજથી વધુ યૂઝર્સ છે.
તેના યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસે તેને લોકપ્રિય બનાવવામાં મદદ કરી છે. યૂઝર્સના અનુભવને સુધારવા માટે, વ્હોટસએપ વારંવાર નવી સુવિધાઓ અને અપડેટ્સ રજૂ કરે છે.
હવે, કંપની તેના લાખો યૂઝર્સ માટે એક નવી સુવિધા લોન્ચ કરવા જઈ રહી છે. વર્ષ 2025 ના છેલ્લા ચાર મહિનામાં, વ્હોટસએપએ ઘણી મહત્ત્વની સુવિધાઓ લોન્ચ કરી છે.
હાલમાં કંપની વધુ નવી શોધો પર કામ કરી રહી છે. કંપની હાલમાં જે સુવિધા પર કામ કરી રહી છે તે એક આકર્ષક સુવિધા છે જે તમારા ચેટ ઇનબોક્સ અને ગ્રુપ્સમાં આવતા સંદેશાઓનો સારાંશ આપશે અને બતાવશે.
વોટ્સએપ એક નવું ફીચર લોન્ચ કરી રહ્યું છે. WAbetainfo અનુસાર, પ્લેટફોર્મ હાલમાં મેસેજ સારાંશ સુવિધા પર કામ કરી રહ્યું છે.
આ ફીચર એન્ડ્રોઇડ 2.25.15.12 અપડેટ માટે વ્હોટસએપ બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે. તે યૂઝર્સને તેમની ખાનગી ચેટ, ગ્રુપ ચેટ અને ચેનલોમાં સંદેશાઓનો સારાંશ આપશે. આ સાથે, તે યૂઝર્સની પ્રાઇવસી પણ સુનિશ્ચિત કરશે.
લાંબા મેસેજનો સારાંશ વોટ્સએપની આ સુવિધા આવતાં યૂઝર્સ માટે મોટી બની રહેશે. કારણ કે લાંબા મેસેજિસને સંપૂર્ણ વાંચવાને બદલે, તેને સમરી ફીચરનો ઉપયોગ કરીને તેનો સાર અથવા ભાવાર્થ સમજી શકે છે.
જો ઘણા બધા સંદેશાઓ આવી રહ્યા હોય, તો સંકલિત મેટા AI સુવિધા નવા સંદેશાઓને નાના હાઇલાઇટ્સમાં ફેરવવામાં મદદ કરશે જે ફક્ત એક બટન દબાવવાથી ઍક્સેસ કરી શકાય છે.
મેસેજ સેન્ડરને પસંદગીનો વિકલ્પ આપશે
આ ઉપરાંત, વોટ્સએપે તાજેતરમાં ચેટ પ્રાઇવસીને લઈને યૂઝર્સના મોટા ટેન્શનને દૂર કર્યું છે.
આ પ્લેટફોર્મે એક એવું ફીચર રજૂ કર્યું છે જે ચેટ્સને ડાઉનલોડ કે એક્સપોર્ટ કરવાથી અટકાવે છે.
જો તમને લાગે કે કોઈ તમારી ખાનગી વાતચીતનો દુરુપયોગ કરી શકે છે, તો તમે નવી એડવાન્સ્ડ ચેટ પ્રાઇવસી ફીચરનો ઉપયોગ કરી શકો છો.
મેસેજ મોકલનારાઓ હવે પસંદ કરી શકાય છે કે પોતાની ચેટ્સના ડાઉનલોડ અને એક્સપોર્ટને મંજૂરી આપવી કે પ્રતિબંધિત કરવી.