મહિલા T20 વર્લ્ડ કપની ફાઈનલ આવતા વર્ષે 5 જુલાઈના રોજ લોડર્સના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ગુરુવારે આ જાણકારી આપી. બાર ટીમોની ટુર્નામેન્ટ 12 જૂનથી શરૂ થશે. આમાં 33 મેચ રમાશે.
વર્લ્ડ કપની બાકીની મેચો ઓલ્ડ ટ્રેફોર્ડ, હેડિંગલી, એજબેસ્ટન, ઓવલ, હેમ્પશાયર બાઉલ અને બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ પર રમાશે. ટુર્નામેન્ટમાં ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે.
આ પછી નોકઆઉટ રમાશે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ સહિત આઠ ટીમો ક્વોલિફાય થઈ ગઈ છે.
ICC બાકીની ચાર ટીમો પસંદગી મહિલા ટી20 વર્લ્ડ કપ ક્વોલિફાયર 2025થી થશે.
ICCના અધ્યક્ષ જય શાહે કહ્યું કે, બ્રિટનની તમામ ટીમોને ભરપૂર સમર્થન મળે છે. ફાઈનલ માટે આનાથી સારી જગ્યા કોઈ હોઈ શકે નહીં.
2017માં લોડર્સમાં મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં ભરચક સ્ટેડિયમ જોવા મળ્યું હતું.
અમને વિશ્વાસ છે કે રોમાંચક T20 ક્રિકેટ અહીંના ચાહકોને માત્ર આકર્ષિત કરશે જ નહીં પરંતુ લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028માં ઓલિમ્પિક સ્ટેજ પર ક્રિકેટની વાપસી માટે એક ‘શોકેસ’ પણ હશે.
ફાઈનલ માટે આનાથી સારી જગ્યા કોઈ હોઈ શકે નહીં. અમે ટૂર્નામેન્ટની તૈયારી પર ધ્યાન આપી રહ્યા છીએ. - જય શાહ, ICC ચેરમેન