આવકવેરા વિભાગ દ્વારા આકારણીવર્ષ 2025-26 માટે ITR ફોર્મ-1 (સહજ) તથા આઈટીઆર ફોર્મ-4 (સુલભ) નોટીફાઈ કરી દીધા છે.
જે અંતર્ગત એક એપ્રિલ 2023 થી 31 માર્ચ 2025 દરમ્યાન જે લોકો- કંપનીઓની આવક 50 લાખથી વધુની આવક થઈ હોય તેઓએ આ નવા નોટીફાય કરાયેલા ફોર્મ મારફત રિટર્ન ભરવાના રહેશે.
આ વખતે કરાયેલા એક બદલાવ અંતર્ગત 1.25 લાખ સુધીનો લોંગ ટર્મ કેપીટલ ગેઈન મેળવનારા કરદાતા પણ આ ફોર્મ ભરી શકશે.
અત્યાર સુધી આ કરદાતાઓએ આઈટીઆર-2 કે આઈટીઆર-3 ભરવુ પડતુ હતું.
હવે નવા વર્ષમાં 2025માં 50 લાખ સુધીની કમાણી કરનારા વ્યક્તિગત કરદાતા એચયુએફ તથા વેપારી અને પ્રોફેશનલ્સ પણ આ ફોર્મ ભરી શકશે.
50 લાખ સુધીની આવક ધરાવતા કરદાતા માટે સહજ ફોર્મ છે. જયારે સુગમ ફોર્મ વ્યક્તિગત વેપારી-વ્યવસાયિકો માટે છે.
આ વખતના બદલાવ મુજબ ઈકવીટીશેર તથા ઈકવીટી આધારિત મ્યુચ્યુઅલ ફંડના વેચાણમાં 1.25 લાખ સુધીનો લોંગટર્મ કેપીટલગેઈન થયો હોય તો ITR-1 અથવા ITI-4 ફોર્મ ભરી શકશે.
આવકવેરા કાયદા મુજબ આ રકમ પર લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેકસ લાગતો નથી. આનાથી વધુ રકમ પર 12.5 ટકા કેપીટલ ગેઈન ટેકસ ચુકવવો પડે છે.