અત્યાર સુધી આપણે અડધી રાત્રે રૂપિયાની જરૂરિયાત ઊભી થાય તો આપણે ATMનો ઉપયોગ કરતા હોય છે પણ હવે ATM થકી 24 કલાક ગમે ત્યારે સોનું અને ચાંદી ખરીદી શકાશે,
એવી સુવિધા અને નવું ઇનોવેશન સુરતના પ્રખ્યાત ડી.ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ વીઆઇપી રોડ શો રૂમ દ્વારા કરવામાં આવ્યું છે. ડી.ખુશાલભાઈ જ્વેલર્સ દ્વારા ગોલ્ડ સિક્કા કંપની સાથે મળીને ગોલ્ડ ATM લોન્ચ કરવામાં આવ્યું છે જેના થકી કોઈ પણ વ્યક્તિ ડિજિટલ ટ્રાન્જેક્શનથી સોના અને ચાંદીના સિક્કા પોતાની જરૂરિયાત મુજબ ખરીદી શકશે.
આ અંગે ડી.ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ VIP રોડ સુરતના સંચાલક દીપકભાઈ ચોક્સી અને દીપ ચોક્સીએ જણાવ્યું હતું કે ઘણા લોકો વિવિધ પ્રસંગોમાં સોનાના કે ચાંદીના સિક્કા ભેટ તરીકે આપતા હોય છે.
પરંતુ અત્યાર સુધી એ મર્યાદા હતી કે રાતના સમયે કોઈને ગિફ્ટ માટે સોનું કે ચાંદી ખરીદવું હોય તો જ્વેલર્સને દુકાન ખોલવા માટે વિનંતી કરવામાં આવતી અને ત્યારે તે ખરીદી શકાતું હતું.
આ ગ્રાહકોને આ મર્યાદા નહીં નડે અને તેઓ 24 કલાક સોનું કે ચાંદી ખરીદી શકે તે માટે હંમેશા જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં ઇનોવેશન માટે પ્રખ્યાત અને જૂની અને જાણીતી બ્રાન્ડ એટલે ડી.ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ VIP રોડ સુરત કંઈક નવું કરવાનું વિચાર્યું અને તે વિચાર આજે ગોલ્ડ ATM મશીન તરીકે મૂર્તિમંત થયો છે.
હૈદરાબાદની એક કંપનીના સહયોગથી ગોલ્ડ ATM મશીન તૈયાર કરવામાં આવ્યું છે અને જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારધીના હસ્તે ડી.ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ VIP રોડ શોરૂમ ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે.
ગોલ્ડ ATM આ રીતે મશીન કરશે કામ
દીપભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે, આ ગોલ્ડ ATM મશીન અન્ય ATM મશીનની જેમ જ બનાવવામાં આવ્યું છે પણ કેશ ટ્રાન્જેક્શન થકી વ્યવહાર થશે નહીં.
UPI અને કાર્ડ થકી ATM મશીનમાંથી કોઈપણ વ્યક્તિ 24 કલાક સોના કે ચાંદીના સિક્કા ખરીદી શકશે. જેમાં અડધા ગ્રામથી લઈને દસ ગ્રામ અને તેથી વધુ ગ્રામના સિક્કા ખરીદી શકાશે.
ગોલ્ડ ATM મશીન લોન્ચ કરવા પાછળનો ઉદ્દેશ્ય
દીપભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે ઘણી વખત લોકો ગિફ્ટ તરીકે સોનું કે ચાંદીના સિક્કા આપવા ઇચ્છતા હોય છે કા તો ઇન્વેસ્ટ કરવા માંગતા હોય છે.
પણ રાત્રિના સમયે દુકાનો કે શોરૂમ બંધ હોવાના કારણે ખરીદી શકતા નહીં અને તેઓ બીજી કોઈ વસ્તુ ગિફ્ટ તરીકે ખરીદે છે.
જોકે સોનું કે ચાંદી એવી વસ્તુ છે કે જે ભવિષ્યમાં વધુ કિંમત રળી આપે છે ત્યારે લોકો ગિફ્ટમાં સોનું કે ચાંદી ખરીદવા પ્રેરાય અને અડધી રાત્રે પણ તેઓ સોના કે ચાંદીના સિક્કા આસાનીથી ખરીદી શકે એ ઉદ્દેશ્ય ગોલ્ડ ATM લોન્ચ કરવા પાછળ રહ્યો છે.