એપલ હવે અમેરિકામાં જે પણ આઇફોન વેચવામાં આવે છે, એને ભારતમાં બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે.
આ વર્ષના અંત સુધીમાં અમેરિકામાં વેચાતા તમામ આઇફોન ભારતના હશે.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી લાગુ કરવામાં આવેલા ટૈરિફને કારણે કંપની દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.
ભારત હાલમાં 30 મિલિયનની આસપાસ આઇફોન મેન્યુફેક્ચર કરે છે, પરંતુ 2026 સુધીમાં આ આંકડો ડબલ થઈને 60 મિલિયન સુધી પહોંચી જશે.
એપલ માટે અમેરિકા મહત્વનું માર્કેટ છે
એપલ માટે અમેરિકા ખૂબ જ મહત્વનું માર્કેટ છે. એપલ કંપની અમેરિકામાં સ્થિત છે.
ત્યાં આઇફોન ડિઝાઇન થાય છે, અને તેની મેન્યુફેક્ચરિંગ ચીન સહિત ઘણા દેશોમાં થાય છે. વિશ્વના જેટલા પણ આઇફોન વેચાય છે, એના 28% ફક્ત અમેરિકામાં વેચાય છે.
ટ્રમ્પ દ્વારા ચીન માટે લાગુ કરાયેલા ટૈરિફના કારણે આઇફોનની કિંમતે વધારો ટાળવા હવે ભારતમાંથી આઇફોનની શિપિંગ કરવામાં આવી રહી છે.
એપલ દ્વારા આ નિર્ણય કાયમી લીધો છે. અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો અગાઉ જેવા હતા તેવા હવે નથી.
ભવિષ્યને ધ્યાનમાં રાખીને એપલ હવે સંપૂર્ણપણે ભારત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
અમેરિકાએ હવે સેમિકન્ડક્ટર પર ટૈરિફ લગાવવાનું વિચારી રહ્યું છે, જેનાથી એપલની તમામ પ્રોડક્ટ પર અસર થશે.
નાણાકિય વર્ષના અંત સુધીના બિઝનેસ પરની અસર
એપલ દ્વારા આ વર્ષે માર્ચમાં જ્યારે નાણાકિય વર્ષ પૂરું થયું ત્યારે 22 બિલિયન અમેરિકન ડોલરની કિંમતના આઇફોન ભારતમાં બનાવવામાં આવ્યા છે.
2023-24ના નાણાકિય વર્ષની સરખામણીમાં 2024-25માં 60%નો વધારો જોવા મળ્યો છે. 2025-26માં આ આંકડો વધુ વધશે તેવી આશા છે.
દુનિયામાં બનેલા આઇફોનમાંથી 20% આઇફોન હવે ભારતમાં બને છે.
આ આંકડો ઝડપથી વધી રહ્યો છે, અને વર્ષના અંત સુધીમાં વધુ વધારો જોવા મળશે. આ પ્રોડક્શન ફોક્સકોન અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
એપલની મેન્યુફેક્ચરિંગ સ્ટ્રેટેજીમાં મોટો ફેરફાર
એપલની મેન્યુફેક્ચરિંગ સ્ટ્રેટેજી માટે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. અત્યાર સુધી એપલ ચીન પર સંપૂર્ણપણે નિર્ભર હતું, પરંતુ હવે એ ભારત તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
એપલ હવે ભારતની પ્રોડક્શન-લિંક ઇન્સેન્ટિવ સ્કીમનો લાભ લઈ શકે છે, જેનાથી કંપનીને વર્ષે $2.7 બિલિયનનો ફાયદો થશે.
આ પગલાની સાથે ભારત અન્ય કંપનીઓને પણ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચર કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.