સમગ્ર ગુજરાતમાં હિટવેવનો દૌર ચાલી રહ્યો છે.
છેલ્લા ત્રણ દિવસથી રાજકોટમાં ૪૦ ડિગ્રી ઉપર તાપમાનનો પારો ધખધખી રહ્યો છે.
બપોરે 1 થી સાંજે પાંચ વાગ્યા સુધી બજારોમાં પણ કુદરતી કર્ફ્યુ લાગી જાય છે તેવા સમયે જ સૌરાષ્ટ્રની સૌથી મોટી અને આધુનિક એવી પીડીયુ સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગોમાં એ.સી. પણ કામ નથી કરી રહ્યા ત્યારે દર્દીઓની હાલત અધમુઆ જેવી થઈ ગઈ હતી.
સિવિલ હોસ્પિટલનું આખું બિલ્ડિંગ તડકાથી તપી રહ્યું છે,પરંતુ હોલમાં આકરા તાપના કારણે સિવિલમાં વીજળીનો ઉપાડ કેપેસિટી કરતા વધી જતા એ.સી.ના કેટલાક યુનિટ બંધ થઈ ગયા છે અને અમુક તો કામ પણ ઓછું કરી રહ્યા છે.
તેવું જાણવા મળે છે. ત્યારે બળબળતા તાપ વચ્ચે સિવિલના એ.સી. કે પંખા કામ નથી કરી રહ્યા. જેના કારણે દર્દીઓની હાલત કફોડી થઈ ગઈ હતી.જો કે, સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા આ માટે તાબડતોબ વ્યવસ્થા કરી અલગ અલગ વોર્ડમાં કુલર મુકાવી અને 47 જેટલા કુલર મૂકી દેતા સિનિયર.સિટિઝન અને બાળ દર્દીઓએ ગરમીથી છુટકારો મેળવ્યો છે.
ઠંડક દર્દીઓ માટે દવા સમાન
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રએ તાબડતોબ કાર્યવાહી કરી હતી. તંત્ર દ્વારા અલગ અલગ વોર્ડમાં 47 જેટલા મોટાભાગના જેટ કુલર તાત્કાલિક મૂકી દેવામાં આવ્યા હતા.
ખાસ કરીને જૂના નાગરિકો અને નાની ઉંમરના દર્દીઓ માટે આ એક રાહતરૂપ પગલું સાબિત થયું છે.
હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે, “તાપમાન સતત વધી રહ્યું છે અને વાયરસ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
આવા સમયમાં દર્દીઓ માટે ઠંડક જ સૌથી મોટી દવા છે. અમે સતત જાળવણી અને વ્યવસ્થાપન પર ધ્યાન આપી રહ્યા છીએ.
વિવિધ વોર્ડમાં હવે તાત્કાલિક ઠંડક મળે તે માટે નમ કાપડ લગાવવામાં આવ્યા છે અને સતત પાણી છાંટવાનું કામ પણ શરૂ કરાયું છે.
અહીં સુધી કે બધી નર્સિંગ સ્ટાફ અને વોર્ડ બોયઝને પણ દર્દીઓના ગરમીના હાલત પર નજર રાખવા અને જરૂરિયાત મુજબ પાણી, ORS અને ઈલેક્ટ્રોલ આપવામાં સૂચના આપવામાં આવી છે."