વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સનો અનુભવી બેટર રોહિત શર્મા પ્લેયર ઑફ ધ મેચ બન્યો હતો.
તેણે 45 બોલમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 76 રનની અણનમ ઇનિંગ્સ રમીને આ સીઝનની પહેલી ફિફ્ટી ફટકારી હતી.
આ ઇનિંગ્સમાં રોહિતે એક દેશની ધરતી પર સૌથી વધુ 360 ઝ20 સિક્સર ફટકારવાનો ક્રિસ ગેઇલનો 357સિક્સરનો રેકોર્ડ તોડ્યો હતો.
T20માં એક દેશની ધરતી પર સૌથી વધુ સિક્સર ફટકારનાર રોહિત શર્મા - ભારતમાં 360 સિક્સર ક્રિસ ગેઈલ - ભારતમાં 357 સિક્સર વિરાટ કોહલી-ભારતમાં 325 સિક્સર એમ. એસ. ધોની - ભારતમાં 286 સિક્સર કાઈરન પોલાર્ડ-વેસ્ટ ઈન્ડીઝમાં 276 સિકસર