દેશમાં ભાષાના વિવાદો ચાલુ છે તે સમયે જ મહારાષ્ટ્રમાં હવે ધો.1થી5માં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજીયાત કરવામાં આવી છે.
રાજયમાં મરાઠી અને ઈંગ્લીશ ઉપરાંત હિન્દી શિખવવાનું હવે ધો.1થી5માં ફરજીયાત બનશે અને તે માટેનો કોર્ષ પણ નિશ્ચિત કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રે આ રીતે નવી શિક્ષણનીતિ મુજબ ત્રણ ભાષાની નીતિનો અમલ શરુ કર્યો છે.
તામિલનાડુ સહિતના રાજયો ત્રીજી ભાષા તરીકે હિન્દીનો વિરોધ કરી રહ્યા છે અને તેઓ ફકત બે ભાષાની સિસ્ટમ જ ચાલુ રાખશે તેવો દાવો કર્યો છે.