સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹628 વધીને ₹95,207 થયો છે.
અગાઉ 10 ગ્રામ સોનાનો ભાવ ₹94,579 હતો.
ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક કિલો ચાંદીનો ભાવ ₹936 ઘટીને ₹95,639 પ્રતિ કિલો થયો.
અગાઉ ચાંદીનો ભાવ ₹96,575 પ્રતિ કિલો હતો. 28 માર્ચે ચાંદીએ 1,00,934 રૂપિયા ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી.
કેરેટ મુજબ સોનાનો ભાવ (10 ગ્રામ)
સોનામાં વધારા માટે 3 કારણો
4 મેટ્રો શહેરો અને ભોપાલમાં સોનાનો ભાવ
આ વર્ષે અત્યાર સુધીમાં સોનું 19,045 રૂપિયા મોંઘુ થયું
આ વર્ષે, 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 76,162 રૂપિયાથી 19,045 રૂપિયા વધીને 95,207 રૂપિયા થયો છે.
તેમજ, ચાંદીનો ભાવ પણ86,017 રૂપિયા પ્રતિ કિલોથી 9,622 રૂપિયા વધીને 95,639 રૂપિયા થયો છે. તેમજ, ગયા વર્ષે એટલે કે 2024માં, સોનું 12,810 રૂપિયા મોંઘુ થયું હતું.
વર્ષના અંત સુધીમાં સોનું ₹1.10 લાખ સુધી પહોંચી શકે છે
અમેરિકા અને ચીન વચ્ચે વધતા ટ્રેડવોર અને મંદીના ભયને કારણે આ વર્ષે સોનું 3,700 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે.
ઈન્ટરનેશનલ રેટ મુજબ ગણતરી કરીએ તો ભારતમાં 10 ગ્રામ સોનાની કિંમત 1.10 લાખ રૂપિયા સુધી જઈ શકે છે.
વિદેશી ઈન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેને આ અંદાજ જાહેર કર્યો છે.