Phone pay એ પોતાની એપમાં યુપીઆઈ સર્કલ નામનું નવું ફીચર શરૂ કર્યું છે, તેનાથી હવે આપ આપના પરિવાર અને વિશ્ર્વાસુ લોકોને પેમેન્ટ સરળતાથી કરી શકશો.
UPI સર્કલ શું છે?: આ એક એવું ગ્રુપ છે જયાં પ્રાઈમરી યુઝર કોઈ બીજાના તરફથી પેમેન્ટ કરી શકે છે.
ભલે તે લોકો પાસે યુપીઆઈ સાથે જોડાયેલું બેન્ક એકાઉન્ટ ન હોય.
કેવી રીતે કામ કરે છે?: સેકન્ડરી યુઝર્સ પોતાનું યુપીઆઈ આઈડી ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકે છે, પરંતુ પ્રાઈમરી યુઝર પાસે પુરો કંટ્રોલ રહેલ છે, તે પેમેન્ટ રિકવેસ્ટને મંજુર કે રદ કરી શકે છે.
ખર્ચ પર નજર રાખી શકે છે. પેમેન્ટ હિસ્ટ્રી જોઈ શકે છે અને કોઈને પણ ગ્રુપમાંથી કયારેય પણ હટાવી શકે છે.
દાવો શું છે : ફોન પે નું કહેવું છે કે Upi સર્કલથી એ લોકોને પણ ડિઝીટલ પેમેન્ટની સરળતા મળશે, જેમની પાસે બેન્ક એકાઉન્ટ નથી.
આ ડિઝીટલ પેમેન્ટને લોકપ્રિય બનાવવાની દિશામાં મોટું પગલું છે.
NPCIએ ગત વર્ષે આ સેવા શરૂ કરવાની વાત કરી હતી.