હેલ્થકેરમાં એક નવી સિદ્ધિ જોવા મળી છે, જેમાં બ્રેસ્ટ કેન્સરને ધીમું કરતી દવાને મંજૂરી મળી છે.
ઇંગ્લૅન્ડ અને વેલ્સની નેશનલ હેલ્થ સર્વિસ દ્વારા આ દવાને મંજૂરી આપવામાં આવી છે.
એડ્વાન્સ બ્રેસ્ટ કેન્સર ધરાવતી મહિલાઓ માટે આ દવા એક દિવસમાં બે વાર લેવાની રહેશે.
હોર્મોન રિસેપ્ટર પોઝિટિવ અને HER2-નેગેટિવ બ્રેસ્ટ કેન્સર ધરાવતી મહિલાઓને ધ્યાનમાં રાખીને આ દવા બનાવવામાં આવી છે.
આ દવા એક વર્ષમાં 3,000થી વધુ મહિલાઓને મદદરૂપ થશે.
આ દવાનું નામ શું છે?
આ દવાનું નામ કેપિવસર્ટિબ છે, જેને ટ્રુકેપ તરીકે ઓળખવામાં આવે છે.
આ દવાને એસ્ટ્રાઝેનેકા દ્વારા મેન્યુફેકચર કરવામાં આવી છે. આ દવા કેન્સર સામે રક્ષણ આપે છે અને રજકણોને બમણાં થતાં અટકાવે છે.
કેટલીક સ્થિતિમાં આ દવા બીમારીને આગળ વધતી અટકાવે છે.
ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેન્સર રિસર્ચ, લંડન દ્વારા આ દવાને ગેમ ચેન્જર તરીકે વર્ણવવામાં આવી છે.
અસર કેવી છે દવાની ?
કેપિવસર્ટિબની ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન આ દવાની અસર ઉત્તમ જોવા મળી હતી.
હોર્મોન થેરાપી સાથે આ દવાનું પરિણામ અત્યંત સારું જોવા મળ્યું.
આ દવા તેટલા દર્દીઓ માટે ખાસ ઉપયોગી સાબિત થાય છે, જેમનું કેન્સર ટ્યુમરમાં મ્યુટેશનથી પ્રભાવિત હોય અને જીન્સ પર તેની અસર દેખાય છે.
હાલમાં અડધાથી વધુ બ્રેસ્ટ કેન્સર PIK3CA, AKT1 અથવા PTENના મ્યુટેશન સાથે જોડાયેલ છે.
પ્રોફેસર નિકોલસ ટર્નર કહે છે, "આ દવાને કારણે કિમોથેરાપીની જરૂર પડવાની સંભાવના ઘટી જાય છે.
મહિલાઓને કિમોથેરાપીથી ડર લાગે છે, કારણ કે તેનાથી ઘણી સાઇડ ઇફેક્ટ જોવા મળે છે."