રાજકોટમાં આકાશ અત્યારે આગ ઓકી રહ્યું છે. લોકો અત્યારે ભયંકર ગરમીનો સામનો કરી રહ્યા છે.
ત્યારે મુસાફરી કરતા લોકોને ગરમીથી પરેશાન ન થવું પડે તે માટે મનપા દ્વારા BRTSના 19 શેલ્ટરમાં કુલર મુકવામાં આવ્યા છે.
ઉનાળામાં એક જગ્યાએથી બીજી જગ્યા માટે જવા માટે દરરોજ 21,000થી વધુ મુસાફરો BRTSનો ઉપયોગ કરે છે.
ત્યારે આ મુસાફરોને ગરમીનો સામનો ન કરવો પડે તે માટે મહાપાલિકાના પદાધિકારીઓ દ્વારા 19 શેલ્ટર (બસ સ્ટોપ) ઉપર કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટમાં હીટવેવની સ્થિતિ ધ્યાનમાં રાખીને 150 ફૂટ રિંગ રોડ પર આવેલા BRTSના 19 બસ સ્ટોપ પર કુલર મૂકવામાં આવ્યા છે.
બસની રાહ જોતા મુસાફરોને શેલ્ટરમાં આકરો તાપ સહન ન કરવો પડે તે માટે આ ખાસ વ્યવસ્થા લોકો માટે કરવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકરે, રાજકોટના 11 કિલોમીટર લાંબા BRTS રૂટના 19 બસ સ્ટોપ પર કુલર મૂકવામાં આવ્યા છે.
આ ટ્રેક પર 28 ઇલેક્ટ્રિક બસ મારફતે 441 ટ્રીપ દૈનિક થાય છે. જેમાં 21,000થી વધુ સિનિયર સિટીઝનો, શ્રમિકો, વિદ્યાર્થીઓ સહિતના નાગરિકો તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચે છે.
બસમાં મુસાફરી કરતા લોકોને હીટવેવથી રાહત મળી રહે તે માટે 19 શેલ્ટર પર 38 કુલર મૂકવામાં આવ્યા છે.
રાજકોટના ગોંડલ ચોક, પુનિતનગર, ગોવર્ધન ચોક, આંબેડકર ચોક, ઉમિયા ચોક, મવડી ચોક, મહાપૂજાધામ ચોક, ઓમનગર, નાનામવા ચોક, વેસ્ટ ઝોન ઓફિસ ચોક, કે.કે.વી. ચોક, ઈન્દિરા સર્કલ, રૈયા ટેલિફોન એક્સચેન્જ, રૈયા ચોક, નાણાવટી ચોક, રામદેવપીર ચોક, શીતલ પાર્ક, અયોધ્યા અને માધાપર ચોક એમ 19 સ્થળે આવેલા શેલ્ટર પર 38 કુલર શરૂ કરી દેવામાં આવ્યા છે.