રાજ્યમાં બાળ મજૂરી અટકાવવા માટે સરકાર દ્વારા અનેક કાયદા અમલમાં મૂકવામાં આવ્યા છે.
શ્રમ અને રોજગાર, ગૃહ વિભાગ, શિક્ષણ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળકોનું પુનવર્સન કરવામાં આવે છે.
બાળ મજૂર પ્રતિબંધ અને નિયમન ધારા, 1986 હેઠળ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકો પાસે કામ કરાવવામાં આવે તેને બાળ મજૂરી કહેવાય છે.
ત્યારે બાળ શ્રમિકોને મુક્ત કરાવવામાં રાજકોટ જિલ્લો પ્રથમ છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા બાળ મજૂરીનું દુષણ રોકવા માટે સતત કામ કરવામાં આવે છે.
ગયા વર્ષના આંકડાની વાત કરીએ તો ગયા વર્ષે રાજકોટ જિલ્લામાંથી 52 બાળકોને રેસ્ક્યુ કરી સમાજના મુખ્યપ્રવાહમાં વાળવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી.
જેથી સમગ્ર રાજ્યમાં રાજકોટની કામગીરી પ્રથમ ક્રમે રહી હતી.
બાળ મજૂરીનો દર ઘટાડવાની આ કામગીરીને રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ બિરદાવી હતી.
આ સાથે જ ગુજરાત સરકારે રેસ્ક્યુ કરાયેલા બાળકોના સુદ્રઢ ભવિષ્ય માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવવામાં આવી છે. જેથી બાળ મજુરી કરતા બાળકોને અટકાવી શકાય.
14 વર્ષથી નીચેની ઉંમરના બાળકો તેમજ સગીર વયની વ્યક્તિ પાસેથી વેતનના બદલામાં કરાવવામાં આવતો શ્રમ ગુનો બને છે.
તેમ છતાં ચાની હોટલથી લઇ નાના-મોટા ઉદ્યોગો અને સોની બજાર જેવા વિસ્તારમાં બાળ શ્રમિકો કે તરુણો પાસે કામ કરાવવામાં આવે છે..
ત્યારે રાજકોટમાં કાર્યરત ટાસ્ક ફોર્સ દ્વારા છેલ્લા એક વર્ષમાં રાજકોટ શહેર -જિલ્લામાંથી આવા 52 બાળ તરુણોને મુક્ત કરાવી સુધારાગૃહમાં મોકલી આપી તેમના વાલીઓને સોંપવામાં આવ્યા હતા.