શહેરમાં 7 વર્ષની બાળકી વાકા લક્ષ્મી પ્રજ્ઞિકાએ 20 માર્ચથી 28 માર્ચ 2023 દરમિયાન સર્બિયાના વૃન્જાકા બાંજા ખાતે યોજાયેલી વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ-2025 માં અંડર-7 ગર્લ્સમાં પરફેક્ટ 9/9 પોઈન્ટ મેળવીને વર્લ્ડ ચેમ્પિયન બની છે.
વાકા લક્ષ્મી પ્રજ્ઞિકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ મેડલ જીતીને ચેમ્પિયન બનનારી એકમાત્ર ખેલાડી હતી.
પ્રજ્ઞિકા 7 વર્ષની છોકરી છે જેનો જન્મ 2018માં ગુજરાત રાજ્યના સુરત શહેરમાં થયો હતો. તેણે છેલ્લા 18 મહિનાથી એટલે કે ઓગસ્ટ-2023 થી ચેસ રમવાનું શરૂ કર્યું હતું.
શરૂઆતમાં તેણીને તેની મોટી બહેન વાકા લક્ષ્મી વરેણ્ય, જે પહેલાથી જ ગુજરાત રાજ્યમાં પ્રખ્યાત ચેસ ખેલાડી છે, તેને જોઈને ચેસમાં રસ પડ્યો.
પ્રજ્ઞિકાને 2024 દરમિયાન તેના પ્રદર્શનના આધારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ચેસ 2024-25 (સ્ટેટ લેવલ) માટે સ્વામી વિવેકાનંદ નોન-રેસિડેન્શિયલ સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) સ્કીમ માટે પસંદ કરવામાં આવી છે.