મોટોરોલા તેની ફેમસ મોટો Edge સીરિઝનો વિસ્તાર કરવા જઈ રહી છે.
ટેક કંપની 2 એપ્રિલે ભારતીય બજારમાં એજ સિરીઝનો નવો સ્માર્ટફોન મોટોરોલા એજ 60 ફ્યુઝન લોન્ચ કરવા જઈ રહી છે.
આ મોટોરોલાનો સૌથી પ્રીમિયમ ફોન હશે, જે સ્ટાઇલિશ લુકની સાથે ઘણી AI સુવિધાઓથી સજ્જ હશે.
આ સ્માર્ટફોન મોટો એજ 50 ફ્યુઝનનું અપડેટ વર્ઝન હશે.
તેમાં 50 મેગાપિક્સલ કેમેરામાં સોની LYT-700C પ્રાઇમરી સેન્સર લાગેલું હશે, IP68 અને IP69 વોટર એન્ડ ડસ્ટ પ્રૂફ રેટિંગ, 5000mAh બેટરી અને 12GB રેમ અને 68W ફાસ્ટ ચાર્જિંગ જેવી ઘણી સુવિધાઓ હશે.
લોન્ચિંગ ઇવેન્ટ બપોરે 12 વાગ્યે યોજાશે. કંપનીએ ઈ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ પર મોબાઇલના પ્રોડક્ટ પેજને લાઇવ કર્યું છે, જેમાં સત્તાવાર વેબસાઇટનો પણ સમાવેશ થાય છે, જ્યાં ફોન લોન્ચનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે.
શરૂઆતની કિંમત ₹55,999 હોઈ શકે છે આ ફોન બે સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. તેમાં 8GB અને 12GB RAM નો વિકલ્પ હશે.
હાલમાં એ વાતની પુષ્ટિ નથી કે ફોનમાં એક્સટેન્ડેડ રેમ ટેકનોલોજી ઉપલબ્ધ હશે કે નહીં.
આ ફોનમાં 256GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ હશે, સાથે 1TB સુધીની SD મેમરી કાર્ડ માટે સપોર્ટ પણ મળશે. તેની કિંમત ₹55,999થી શરૂ થઈ શકે છે.
આ ફોન ત્રણ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ થશે. આમાં પેન્ટોન સ્લિપસ્ટ્રીમ, પેન્ટોન ઝેફાયર અને પેન્ટોન એમેઝોનાઇટનો સમાવેશ થાય છે.
એક્સપેકટેડ સ્પેસિફિકેશન મોટો એજ 60 ફ્યુઝનમાં 6.7-ઇંચ ક્વાડ-કર્વ્ડ AMOLED ડિસ્પ્લે હોઈ શકે છે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરશે.
આ ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7400 ચિપસેટ મળવાની શક્યતા છે, જે TSMCની 4nm ટેકનોલોજી પર બનેલ છે.
તેમાં 2.60GHzની ક્લોક સ્પીડ સાથે ચાર કોર્ટેક્સ A78 કોર અને 2.0GHzની ક્લોક સ્પીડ સાથે ચાર કોર્ટેક્સ A55 કોર હોઈ શકે છે.
આના કારણે ફોનનું પરફોર્મન્સ ખૂબ જ મજબૂત બનવાનું છે.
કેમેરા ક્વોલિટી કેવી હશે?
લિક્સની માહિતી અનુસાર, આ ફોનમાં 50MP સોની LYT 700 પ્રાઇમરી કેમેરા અને 13MP સેકન્ડરી સેન્સર હોઈ શકે છે.
કેટલાક અહેવાલોમાં ત્રીજા કેમેરા સેન્સરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.
તેમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32MPનો ફ્રન્ટ કેમેરા હોઈ શકે છે. મોટો એજ 60 ફ્યુઝનમાં MLT 810 STD મિલિટરી-ગ્રેડ સર્ટિફિકેશન હોઈ શકે છે, જે તેને વાઈબ્રેશન અને એક્સટ્રીમ કંડિશનથી સુરક્ષિત રાખશે.
ઉપરાંત, આ ફોન IP69 રેટિંગ સાથે આવી શકે છે, જે તેને પાણી અને ડસ્ટથી સુરક્ષિત રાખે છે.