ટાઈગર સફારીની તર્જ પર વારાણસીમાં ડોલ્ફિન સફારી બનવા જઈ રહી છે.
વન વિભાગે તેનો પ્લાન કર્યો છે. દેશી-વિદેશી પર્યટક ડોલ્ફિન સફારીની સહેલ કરી શકશે.
વારાણસીનાં વન પરિક્ષેત્રનાં સંરક્ષક ડો.રવિસિંહે જણાવ્યું હતું કે ગંગાજળની ગુણવતામાં સુધારાથી વારાણસી શહેરથી દુર કેથીથી ઢકવા ગામ વચ્ચે ગંગામાં ડોલ્ફિનની સંખ્યા વધીને 50 થી વધુ થઈ ગઈ છે.
મોટી ડોલ્ફિનની સાથે તેના બચ્ચાને પણ જોઈ શકાય છે.
કેથીમાં મસ્તી કરતી ડોલ્ફિન શ્વાસ લેવા માટે બેથી ત્રણ મીનીટ પાણીમાં ઉપર આવે છે તેને જોવા આવનારા પર્યટકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કેથીને ડોલ્ફિન સફારી જાહેર કરવાની દિશામાં પગલા લેવાયા છે.
ટૂંક સમયમાં ડોલ્ફિન સફારીની વેબસાઈટ તૈયાર થવા પર તેનું ભ્રમણ કરનારાનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે.
રજીસ્ટ્રેશન બાદ પર્યટકો ડોલ્ફિન સફારીનું ભ્રમણ કરી શકશે.