ભારતમાં અમેરિકી કાર જાયન્ટ કંપની ટેસ્લાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે
અને ટુંક સમયમાં તે દિલ્હી મુંબઈમાં શોરૂમ ખોલીને રેડીમેઈડ-આયાતી ટેસ્લા કારનું વેચાણ શરૂ કરશે પણ આગામી પાંચ વર્ષમાં ટેસ્લાએ ભારતમાં તેની કારનું ઉત્પાદન શરૂ કરવું પડશે.
આ માટે હવે ટેસ્લા અને ભારતના ટોચના ઉદ્યોગગૃહ ટાટા જૂથે હાથ મિલાવ્યા છે અને ટાટા ઓટો કોર્પ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસ
ટાટા ટેકનોલોજીકલ અને ટાટા ઈલેકટ્રોનિકસ એ ટેસ્લાના ફકત ભારત જ નહી વૈશ્વિક કક્ષાએ સૌથી મોટા ઓટોમોટીવ સ્પેસ-સપ્લાયર બની જશે.
ટેસ્લા ભારતમાં તેનું ઉત્પાદન શરૂ કરે એટલે લોકલ સપ્લાયર્સને તેનો મોટો લાભ મળશે.
જેમાં ટાટા ગ્રુપ મેદાન મારી જાય તેવી ધારણા છે. ભારતમાં ચોકકસ સ્પેર-પાર્ટસ અને સોફટવેર ઉત્પાદન માટે ટાટા-ટેસ્લા હાથ મિલાવશે.
જો કે તે ઉપરાંત દેશમાં કાસ્ટીંગ-ફોર્જીંગ, ઈલેકટ્રોનીકસ ફેબ્રીકેશન વિ. માટે પણ અનેક યુનિટો ટેસ્લા સાથે જોડાશે પણ તેમાં ટાટાગ્રુપ એ મહત્વના ભાગીદાર હશે. તે વર્ષે 2 બીલીયન ડોલરની સપ્લાય અગાઉ જ અમેરિકી માર્કેટમાં કરે છે.
ટાટા ઓટો કોપ જે ઈલેકટ્રીક વ્હીકલમાં સ્પેરપાર્ટસમાં સ્પેશ્યાલીટી ધરાવે છે અને એન્જીનીયરીંગ પ્રોડકટમાં તેની માસ્ટરી છે તો ટીસીએસ સર્કીટ બોર્ડ, ટેકનોલોજી, ટાટા ઈલેકટ્રોનીક લોકલ ચીપ્સ જે હવે તેના લોકલ પ્લોટથી બનશે તે ઓફર કરશે. ટેસ્લા હાલ પણ લગભગ એક ડઝન ભારતીય સપ્લાયર્સ પાસેથી વિવિધ ઉત્પાદનો મળવે છે.