ઉનાળાની ઋતુ શરૂ થાય તે પહેલાં, અગ્રીમ અપ્લાયન્સ બ્રાન્ડ હાયર ઇન્ડિયાએ આર્ટિફિશિયલી ઇન્ટેલિજેન્ટ એટલે કે, (AI) પાવર્ડ કૂલિંગ પ્રોવાઇડ કરતા એર કંડિશનર્સની લેટેસ્ટ સિરીઝ રજૂ કરી છે.
કંપનીનો દાવો છે કે, આ રેન્જનું એસી ભારતનું એકમાત્ર AI ક્લાઇમેટ કંટ્રોલ સિસ્ટમથી સજ્જ છે.
નવા એસી યૂઝર્સની જરૂરિયાત મુજબ આપમેળે બદલાય છે. તે વીજળી બચાવે છે અને સારી ઠંડક પૂરી પાડે છે.
કંપનીના નવા એર કન્ડીશનરમાં ત્રણ મુખ્ય વિશેષતાઓ છે-
હાયર કિનોચી એસી 20 ગણી ઝડપી ઠંડક આપે છે
તાજેતરમાં હાયર ઇન્ડિયાએ કલરફુલ ભારતીય બજારમાં કિનોચી એર કંડિશનર્સ (AC) ની લેટેસ્ટ સિરીઝ લોન્ચ કરી છે.
આ કિનોચીની પ્રીમિયમ કલરફુલ લિમિટેડ એડિશન છે. કંપનીએ તેને 1.6 ટનની કેપેસિટી સાથે ત્રણ કલર વેરિઅન્ટમાં રજૂ કર્યું છે અને તેની કિંમત 49,990 રૂપિયા રાખવામાં આવી છે.
કિનોચી લિમિટેડ એડિશન ACમાં એઆઈ-સંચાલિત સુપરસોનિક કૂલિંગ ટેકનોલોજી આપવામાં આવી છે, જે 60°C સુધીના તાપમાનમાં પણ માત્ર 10 સેકન્ડમાં 20 ગણું ઝડપી કૂલિંગ પ્રદાન કરે છે.
ACમાં ફ્રોસ્ટ સેલ્ફ-ક્લીન ટેકનોલોજી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તે 99.9% સ્ટરલાઇઝેશન કરે છે, જેનાથી ઇનડોરમાં ફાસ્ટ અને સ્વચ્છ હવા મળે છે.