કન્નડ ફિલ્મ જગતની લાંબા સમયથી ચાલી આવતી માંગણી આખરે પૂર્ણ થઈ છે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે કન્નડ ફિલ્મ ક્ષેત્રને હવે ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવશે, જેમાં ઔદ્યોગિક નીતિ હેઠળ સુવિધાઓ ફિલ્મ ઉદ્યોગને આપવામાં આવશે.
રાજ્ય સરકારે મૂવી ટિકિટ પર કિંમત મર્યાદા લાદી છે, જે 200 રૂપિયાથી વધુ નહીં હોય.
ટિકિટની મહત્તમ કિંમત 200 રૂપિયા સુધી મર્યાદિત રહેશે
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સિનેમા પ્રેમીઓ માટે એક મોટું પગલું ભર્યું છે.
રાજ્ય સરકારે મૂવી ટિકિટ પર કિંમત મર્યાદા લાદી છે, જે 200 રૂપિયાથી વધુ નહીં હોય. એટલે તેનો મતલબ કે, હવે મલ્ટીપ્લેક્સ સહિત રાજ્યના તમામ થિયેટરોમાં ફિલ્મની ટિકિટની મહત્તમ કિંમત 200 રૂપિયા સુધી મર્યાદિત રહેશે.
સરકારનો આ નિર્ણય રાજ્યમાં પ્રદર્શિત થતી બધી ભાષાઓની ફિલ્મો પર લાગુ થશે.
જોકે, એ જોવાનું બાકી છે કે આનો અમલ થશે કે નહીં, કારણ કે સિદ્ધારમૈયાના અગાઉના કાર્યકાળ દરમિયાન જારી કરાયેલા સમાન આદેશને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને તેને લાગુ કરી શકાયો ન હતો.
આ બજેટમાં કન્નડ સિનેમાને પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલાંનો સમાવેશ થાય છે.
તેમજ કન્નડ ફિલ્મો પ્રદર્શિત કરવા માટે એક OTT પ્લેટફોર્મ બનાવવામાં આવશે.