ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું.
દુબઈ સ્ટેડિયમમાં સ્ટીવ સ્મિથના ફિફ્ટીને કારણે કાંગારૂઓએ 265 રનનો લક્ષ્યાંક આપ્યો.
જવાબમાં, વિરાટ કોહલીના 84 રનની મદદથી ટીમને વિજય મળ્યો.
રોહિત તમામ ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ કેપ્ટન બન્યો. કોહલીએ વનડેમાં ૧૬૧ કેચ પૂર્ણ કર્યા.
રોહિત ICC ODI ઇવેન્ટ્સમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન પણ બન્યો.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા ICC ODI ઇવેન્ટ્સમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બન્યો. તેણે હવે 42 ઇનિંગ્સમાં 65 છગ્ગા ફટકાર્યા છે.
તેણે વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલને પાછળ છોડી દીધો, જેમણે 51 ઇનિંગ્સમાં 64 છગ્ગા ફટકાર્યા હતા.
વિરાટે ODI માં ચેઝ કરતી વખતે 8 હજાર રન પૂરા કર્યા. વિરાટ કોહલીએ ODI ની બીજી ઇનિંગમાં બેટિંગ કરતી વખતે પોતાના 8,000 રન પૂરા કર્યા.
તેના નામે હવે 166 મેચમાં 8063 રન છે. આ યાદીમાં સચિન તેંડુલકર પ્રથમ ક્રમે છે, તેના નામે 236 મેચમાં 8720 રન છે.
કોહલીએ ODI માં કેચ લેવાના મામલામાં ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો છે.
વિરાટના નામે હવે 161 કેચ છે. રેકોર્ડમાં ટોચ પર શ્રીલંકાના મહેલા જયવર્ધને 218 કેચ સાથે છે.