નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક બનનારા સૌથી મોટા ફિલ્મ સિટીમાં વિશ્ર્વનું સૌથી મોટું ‘ૐ’ બનાવવામાં આવશે.
તે એક કરોડ ચોરસ ફૂટ જમીન પર બનાવવામાં આવશે. ડેવલોપમેન્ટ કંપનીનો દાવો છે કે તે અવકાશમાંથી પણ દેખાશે.
યમુના એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટીના સેક્ટર-21માં એક હજાર એકર જમીન પર એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ સિટીનો પ્રસ્તાવ છે.
પહેલો તબક્કો 230 એકરમાં અને બીજો તબક્કો 670 એકરમાં બનવાનો છે.
ફિલ્મ સિટી બનાવતી કંપની ભૂટાની ઇન્ફ્રાના સીઈઓ આશિષ ભૂટાનીએ જણાવ્યું હતું કે ફિલ્મ સિટીના બીજા તબક્કામાં તે 250 એકર જમીન પર બનાવવામાં આવશે.
‘ૐ’નું આ પ્રતીક એટલું મોટું હશે કે તે અવકાશમાંથી પણ દેખાશે. આ ફિલ્મ સિટીનું મુખ્ય આકર્ષણ હશે અને આ ધાર્મિક મોડેલ પર ફિલ્મ સિટી બનાવવામાં આવશે.
આ અવકાશમાંથી દેખાતું વિશ્ર્વનું ત્રીજું સ્થાન હશે.
તેમણે કહ્યું કે આ સાથે જળાશયો અને કૃત્રિમ નહેરો પણ બનાવવામાં આવશે.
આમાં સ્ટીમર, યાટ્સ અને આકર્ષક બોટ દોડશે.
આ ફિલ્મ સિટી વિશ્વનું સૌથી આધુનિક, સૌથી મોટું અને ટેકનોલોજીકલ રીતે અદ્યતન હશે. તેનો નકશો 21 દેશોની મુલાકાત લીધા પછી તૈયાર કરવામાં આવ્યો હતો.
તેની સંપૂર્ણ ડિઝાઇન કેનેડિયન કંપની ફોરેક દ્વારા બનાવવામાં આવી છે. આ એ જ કંપની છે જેણે યુનિવર્સલ સ્ટુડિયો અને ડિઝનીલેન્ડ ડિઝાઇન કર્યા હતા.