જો તમે યૂટ્યૂબ પર પોતાની ચેનલ શરૂ કરવાનું વિચારી રહ્યાં છો અને નોકરી છોડીને તેને પોતાનો પ્રોફેશન બનાવવા માંગો છો તો સમજી લો કે આ આર્ટિકલ તમારા માટે છે.
જો તમે દર મહિને યૂટ્યૂબથી 1 લાખ રૂપિયા કમાવવા માંગો છો, તો આ માટે તમારે તમારાં વીડિયો પર કેટલા વ્યૂઝની જરૂર પડશે ?
1 લાખ રૂપિયા કમાવવા માટે તમારે કેટલા દૃશ્યોની જરૂર છે? જો તમે યૂટ્યૂબ પર 1 લાખ રૂપિયાની કમાણી કરવા માંગો છો, તો તમારે તમારા વીડિયો પર ઓછામાં ઓછા 100000 વ્યૂઝની જરૂર પડે છે.
જો તમારા કોઈ વીડિયો પર 1000 વ્યૂઝ છે તો તમે 1100 થી 3700 ની વચ્ચે કમાણી કરી શકો છો.
સાથે જ 10 હજાર વ્યૂઝ પર 11 હજારથી 37 હજાર સુધી કમાઈ શકો છો.
તો બીજી તરફ જો તમને તમારા વીડિયો પર 100000 વ્યૂઝ મળે છે તો તમે યૂટ્યૂબથી 1.1 લાખથી 3.7 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.
આ વસ્તુઓ નક્કી કરશે કે તમે કેટલું કમાઈ શકશો ? તમારું કન્ટેન્ટ:તમે જે પ્રકારનું કન્ટેન્ટ બનાવી રહ્યાં છો તેની ઘણીબધી અસર પડે છે. ક્વોલિટી કન્ટેન્ટથી વધુ પૈસા મળવાની શક્યતા છે. તમારા પ્રેક્ષકો કેવાં છે : કન્ટેન્ટની ગુણવત્તા, સ્થાન અને તમારાં પ્રેક્ષકો કેવાં છે, તેની પણ અસર થાય છે. સ્પર્ધા : તમે જે ક્ષેત્ર કે પ્રેક્ષકો માટે કન્ટેન્ટ બનાવી રહ્યાં છો તેમાં કેટલી સ્પર્ધા છે. ઓડીયન્સ સાથે જોડાણ :તમારી કમાણી એ વાત પર પણ નિર્ભર કરે છે કે તમને તમારા કન્ટેન્ટ પર કેટલી લાઈક્સ, શેર અને સબસ્ક્રિપ્શન મળી રહ્યાં છે. બ્રાન્ડ : કઈ બ્રાન્ડ તમારા વિડિયો પર જાહેરાત ચલાવે છે. ક્યાં સમય પર વિડિયો આવે છે : વર્ષનાં કયાં સ્લોટમાં તમારો વીડિયો આવ્યો છે, જેમ કે તહેવારની મોસમ લગ્નની મોસમ, આ બધી વસ્તુઓની કમાણી પર પણ ઘણી અસર પડે છે.