ઇલોન મસ્કની વિશ્વવિખ્યાત EV મેકર ટેસ્લા ગુજરાત આવી શકે છે.
પીએમ મોદીની યુએસ મુલાકાત દરમિયાન ટેસ્લાના સીઇઓ મસ્કે તેમની સાથે મુલાકાત કરતાં હવે ભારત આવવાની શક્યતાઓ ઊજળી બની છે.
ટેસ્લા ઇન્ક.એ ભારતમાં ભરતીપ્રક્રિયા પણ શરૂ કરી છે, જે દર્શાવે છે કે ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં પ્રવેશ કરી શકે છે.
17 ફેબ્રુઆરીએ LinkedIn પર ટેસ્લાએ 13 પદો માટે ભરતીની જાહેરાત કરી.
આમાં કસ્ટમર સર્વિસ અને બેક એન્ડ કામગીરી સંબંધિત 13 પોસ્ટ્સનો સમાવેશ થાય છે.
PM મોદી ઈચ્છતા હતા કે ટેસ્લા ભારતમાં પ્લાન નાખે, પણ ઇલોન મસ્ક હાલ જર્મનીના બર્લિન શહેરના પ્લાન્ટથી દેશમાં કાર ઈમ્પોર્ટ થશે.
ટેસ્લાની કાર જ્યાંથી પણ બનીને આવે, પણ એની એન્ટ્રી ગુજરાતમાં જ કરવાની તૈયારી થઈ રહી છે.
કંડલા અથવા મુન્દ્રા પોર્ટથી જ દેશમાં ટેસ્લાની કારની આયાત થવાની પૂરી શક્યતા છે.
મુંબઈ પોર્ટ પણ ટેસ્લા માટે એક સારો વિકલ્પ ઓપ્શન છે.
હાલ મુંબઈ પોર્ટ પર જે રીતે કાર્ગો સેશન થઈ રહ્યા છે એ જોતાં ઉત્તર ભારત અને બીજાં રાજ્યોમાં પોર્ટ પરથી
કારનું ટ્રાન્સપોર્ટેશન ગુજરાતથી સરળ પડશે. આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં ટેસ્લા કંપની બહુ મોટા પ્રમાણમાં આયાત નહીં શરૂ કરે.
ઇન્ડિયાના માર્કેટમાં EV કાર્સ ઉપલબ્ધ છે અને ટેસ્લા પહેલા માર્કેટ પોઝિશન બનાવવા પ્રયાસો કરશે.
એક અંદાજ પ્રમાણે મહિને 1-2 કાર્ગો શિપ આવી શકે અને તે ગુજરાતના કંડલા કે મુન્દ્રા પોર્ટ આસાનીથી હેન્ડલ કરી શકે.
ભારતમાં કયું મોડલ આવી શકે છે?
ટેસ્લા EV બજારમાં પ્રભુત્વ ધરાવે છે, જેમાં મોડલ 3 (Model 3), મોડલ વાય (Model Y) અને મોડલ એસ (Model S) સૌથી સામાન્ય છે.
2023માં ટેસ્લાનું મોડલ વાય વિશ્વનું સૌથી વધુ વેચાતું મોડલ હતું, જેથી આ જ મોડલ ઇન્ડિયામાં મળે એવી શક્યતા છે.
આ મોડલ હાલ ગીગા ફેક્ટરી બર્લિન-બ્રાન્ડેનબર્ગમાં બનાવવામાં આવી રહ્યું છે. આ ફેક્ટરીમાં બેટરી, બેટરી પેક, પાવર ટ્રેન અને સીટ્સનું પણ ઉત્પાદન થાય છે.
ભવિષ્યમાં અન્ય મોડલોનું પણ ત્યાં ઉત્પાદન કરવાની યોજના છે. આ ફેક્ટરીની વાર્ષિક ક્ષમતા 500,000 કારની છે.
હાલ આ ફેક્ટરીમાં કાર બનીને ભારત આવી શકે છે.
શું પ્રાઇસ હોઈ શકે?
જો ભારતમાં ટેસ્લા મોડલ Y લાવે છે તો એની કિંમત ઇન્ડિયન માર્કેટ પ્રમાણે રૂપિયા 50 લાખ આસપાસ શરૂ થાય છે.
જો ટેસ્લા બેઝિક મોડલ લાવે તો 21 લાખમાં પણ ઇન્ડિયામાં કાર મળી શકે.
એનાં એડવાન્સ મોડલ્સ 2 કરોડ સુધી હાલના માર્કેટ પ્રમાણે હોઇ શકે છે.
જોકે ટેક્સ અને ડ્યૂટીથી આ કિંમતમાં ફેરફારનો અવકાશ રહેલો છે.
કેમ કંડલા અને મુન્દ્રા પોર્ટ ટેસ્લાના કાર્ગો હેન્ડલિંગના મજબૂત દાવેદાર?
કંડલાસ્થિત દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ ટેસ્લાના એસેમ્બ્લિંગ અથવા પ્રોડક્શન પ્લાન્ટને પણ હોસ્ટ કરવા પ્રયત્ન કરી રહ્યું છે.
એ માટે પોર્ટના 800 એકરમાં ફેલાયેલા "સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ પોર્ટ સિટી"ને આદર્શ સ્થાન તરીકે દર્શાવે છે.
આ બંદર નજીક જો પ્લાન્ટ નાખવામાં આવે તો ટેસ્લાને લોજિસ્ટિક્સ ખર્ચ બચાવવામાં મદદ મળશે.
કચ્છના અખાત પર એનું સ્થાન મધ્ય પૂર્વનાં બજારોમાં પ્રવેશની સુવિધા પણ આપી શકે છે.
જોકે હાલ ટેસ્લાના મલિક ઇલોન મસ્કે પ્લાન્ટ નાખવાની તૈયારી બતાવી નથી.
અદાણી પોર્ટ્સ દ્વારા સંચાલિત મુન્દ્રા પોર્ટ પર જમીનની ઉપલબ્ધતા,
ખાનગી પોર્ટ હોવાથી દરો નક્કી કરવા માટે સ્વતંત્ર છે અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFC) એટલે કે માલ વહન માટે બનાવવામાં આવેલો સ્વતંત્ર રેલ માર્ગ જેવી સુવિધાઓ ધરાવે છે.