આગામી માસથી શરુ થનારા ઈન્ડીયન પ્રીમીયર લીગમાં (IPL) કો-સ્પોન્સર તરીકે રિલાયન્સની કેમ્પા કોલા બ્રાન્ડ એ રૂ.200 કરોડના હકક મેળવ્યા છે.
રિલાયન્સએ કોકાકોલા અને પેપ્સી સામે સ્વદેશી કેમ્પા કોલા દેશભરમાં લોન્ચ કરી છે.
તેની અલગ અલગ ફલેવર હાલ મળે છે. જેમાં હવે વધુ પ્રચાર માટે રિલાયન્સે પ્રથમ વખત તેને IPLની કો-સ્પોન્સર તરીકે રજુ કરી છે અને તે માટે રૂ.200 કરોડ IPLને ચૂકવ્યા છે તેમજ આ રેસમાંથી કોકાકોલાની થમ્સઅપ બહાર થઈ ગઈ છે.
આ ઉનાળામાં રિલાયન્સ તેની કેમ્પા કોલા સહિતની બ્રાન્ડને વધુ લોકપ્રિય બનાવવા માંગે છે અને તેથી જ આ જંગી રકમની ચુકવણી થઈ છે.
આ વર્ષના IPLના રિલાયન્સે રૂ.4500 કરોડ ચૂકવીને IPL મેચોના ડિજીટલ પ્રસારણના હકક પણ મેળવ્યા છે.