દેશમાં દવા ઉદ્યોગમાં ચાલતી વ્યાપક ગેરરીતિ ભાવ નિયમનમાં અપારદર્શીતા અને દવાની કિંમતો દર્શાવવામાં પણ કંપનીઓ દ્વારા ગ્રાહક પારખી શકે નહી તે રીતે જ રેપર કે અન્ય પ્રકારના પેકીંગ પર ભાવ લખાય છે તે મુદે હવે ધ નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઈઝીંગ ઓથોરીટીએ આકરુ વલણ અપનાવીને તમામ દવા ઉત્પાદક કંપનીઓને દવાના ભાવ સ્પષ્ટ વાંચી શકાય તે રીતે દર્શાવવા આદેશ આપ્યા છે.
આ ઉપરાંત તમામ રીટેલર-ડિલર તથા ઓનલાઈન દવા વેચતી કંપનીઓએ દવાના ભાવ તેની વેબસાઈટ પર પણ મુકવાના રહેશે.
મેડીકલ જગતમાં સૌથી મોટી ગેરરીતિ દવાના પ્રમાણ અને ભાવમાં આવશે.
તબીબો મોટા ડોઝ લખી આપે છે અને દર્દીને તે પ્રિસ્ક્રીપ્શન દર્શાવીને જે કિંમત દવાના ડિલર કહે તે ચૂકવવાની રહે છે.
જેમાં કયાંય પારદર્શકતા નથી અને મોટાભાગની દવાઓમાં ખરીદનાર વધુ ઉંચી કિંમત ચૂકવે છે.
તે સામે હવે ઓથોરિટીએ દવાના ભાવમાં પારદર્શકતા સ્થાપવા તમામ સંબંધીત વર્ગને તાકીદ કરી છે.
ઓનલાઈન ફાર્મા અને દવાઓના પ્લેટફોર્મ, ઓનલાઈન ફાર્મસી કે દવાના રીટેલ સ્ટોર્સ સુધી તમામે દવાના ભાવ તેની વેબસાઈટ પર દર્શાવવા ફરજીયાત છે.
ઉપરાંત દરેક ડીલરે તથા રીટેલરે ભાવપત્રક અને સપ્લીમેન્ટ્રી ભાવપત્રક દર્શાવવા પડશે અને ગ્રાહક માંગે તો તે દેવુ પડશે.
આ જોગવાઈનો ભંગ કરનાર સામે આવશ્યક ચીજવસ્તુ ધારા-1955ની કલમ 7 મુજબ તે સજાપાત્ર અપરાધ ગણાશે