ઘરેથી ઓફિસમાં જવા માટે સામાન્ય રીતે લોકો તેમની વ્યક્તિગત કારનો ઉપયોગ કરે છે અને અન્યથા તેઓ પબ્લીક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે છે.
પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ દરરોજ પ્લેનથી ઓફિસમાં જાય છે ?
લોકો આ સ્ત્રીની વાત સાંભળીને સ્તબ્ધ થઈ રહ્યાં છે જે તેમનાં ઘરથી ઓફિસ દરરોજ 600 કિલોમીટર મુસાફરી કરે છે.
આ મહિલાનું નામ રશેલ કૌર, જે મુળ ભારતીય છે અને મલેશિયામાં રહે છે, તે દરરોજ 600 કિ.મી.ની પ્લેનથી મુસાફરી કરીને ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે આવજાવ કરે છે.
રશેલ કૌરે કહ્યું કે, તે આ માત્ર તેનાં બે બાળકો માટે જ કરે છે. તેમણે કહ્યું કે આમ કરવાથી તેમને બાળકો સાથે સમય પસાર કરવાનો અને અભ્યાસમાં તેની મદદ કરવાનો સમય મળી રહે છે
હવે પ્રશ્ન મનમાં ઉદ્ભવ્યો હશે કે આમ કરવાથી ઘણાં પૈસા ખર્ચ થઈ જતાં હશે ? પરંતુ તે એવું નથી. રશેલ ફ્લાઇટ્સમાં મુસાફરી કરે છે અને પૈસાની પણ બચત કરે છે.
દરરોજ રશેલ સવારે 4 વાગ્યે ઉઠે છે
એક યુટ્યુબ ચેનલે આ સ્ત્રીની આખી દિનચર્યાને આવરી લીધી અને પછી માહિતી આપી હતી કે આ મહિલા દરરોજ સવારે 4 વાગ્યે ઉઠી જાય છે અને મલેશિયાના પેનાંગ શહેરથી કુઆલમપુર જવાની તૈયારી શરૂ કરે છે.
રશેલે કહ્યું કે, કુઆલમપુરમાં રહેવા કરતાં, દરરોજ વિમાન દ્વારા મુસાફરી કરવી સસ્તી છે.
રશેલ કૌરે કહ્યું કે, તે સવારે 5 વાગ્યે તેનાં ઘરથી એરપોર્ટ જવા રવાનાં થઈ જાય છે.
તેમની ફ્લાઇટ સવારે 5 : 55 વાગ્યાની હોય છે.પછી ફ્લાઇટથી તેની ઓફિસ સુધીની મુસાફરી સામાન્ય રીતે અડધો કલાક અથવા 40 મિનિટની હોય છે અને તે સવારે 7.45 સુધીમાં તેની ઓફિસ પહોંચે છે.
ફ્લાઇટથી મુસાફરી કરીને પણ પૈસા કેવી રીતે બચે છે ? રશેલે કહ્યું કે, શરૂઆતમાં તેણે કુઆલમપુરમાં પરિવારથી એકલાં રહેવાનું નક્કી કર્યું હતું.
તે સપ્તાહનાં અંતે શનિવાર અને રવિવારે પરિવાર સાથે સમય પસાર કરતી હતી.
તેને કુઆલમપુરમાં રહેવું ખૂબ ખર્ચાળ પણ હતું. તે ભાડા પર રહેતી હતી અને મહિનાનો સરેરાશ ખર્ચમાં 474 યુએસ ડોલર થતો હતો.
રશેલે કહ્યું કે, તે દરરોજ ફ્લાઇટ દ્વારા અવરજવર કરે છે જેનો મહિનાનો ખર્ચ ફક્ત 316 યુએસ ડોલર થાય છે.
તેણે કહ્યું કે એરપોર્ટથી ઓફિસ પહોંચવામાં તેને ફક્ત 5 થી 7 મિનિટનો સમય લાગે છે. તે એર એશિયા એરલાઇન્સમાં કામ કરે છે.
તે દરરોજ ફ્લાઇટ્સ માટે તેનાં ખિસ્સામાંથી પૈસા ખર્ચ કરે છે, પરંતુ એરલાઇન્સમાં કામ કરવાને કારણે તેને ઘણું ડિસ્કાઉન્ટ પણ મળે છે.
તેણે કહ્યું કે આ કરીને, તે દરરોજ ઓફિસનું સંચાલન પણ કરે છે અને ઘરે પાછા જઈને તેનાં બાળકોને સમય પણ આપી શકે છે.