Logo
Dashboard
Article
Add Article
Article list
Logout
Add Article
Add Article
Article Title
Article Text 1
વિનફાસ્ટ એ ભારતીય બજારો માટે એની ફ્લેગશિપ ઇલેક્ટ્રિક SUVs VF 6 અને VF 7ને અનવિલ કરી છે. બંને ઈલેક્ટ્રિક SUVમાં એરપ્લેન ઈન્સ્પાયર્ડ ડિઝાઈન છે અને એમાં કોકપિટ જેવી કેબિન છે. એમાં એજ-ટુ-એજ મૂનરૂફ પણ મળે છે. આ ઉપરાંત કંપનીએ VF3, VFe34, VF8, VF9 ઇલેક્ટ્રિક SUV, VF વાઇલ્ડ પિકઅપ ટ્રક પણ પ્રદર્શિત કર્યા છે, જોકે એ ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે નહીં. દિવસની શરૂઆત વિયેતનામની ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની વિનફાસ્ટથી થઈ હતી. કંપની ભારતીય બજારમાં પ્રવેશ કરી રહી છે. વિયેતનામીઝ કંપની હાલમાં ત્રણ મહાદ્વીપના 12 દેશમાં કાર્યરત છે. પ્રથમ સોલર કાર ઈવા પણ લોન્ચ કરવામાં આવી છે. આ સિવાય એક્સપોમાં હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા, BYD, BMW ઈન્ડિયા, બજાજ ઓટો જેવી બ્રાન્ડ તેમનાં વાહનોનું પ્રદર્શન કરશે. એક્સપોના પ્રથમ દિવસે મારુતિ-સુઝુકીએ પ્રથમ ઇલેક્ટ્રિક કાર e-Vitara જાહેર કરી. એ જ સમયે, Hyundai Motor Indiaએ એની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Creta EV લોન્ચ કરી હતી. આ સાથે ઓટોમોબાઈલ કંપનીઓએ પ્રથમ દિવસે 30થી વધુ વાહનો રજૂ કર્યાં હતાં. ભારત ગ્લોબલ મોબિલિટી એક્સપો 2025માં બીજા દિવસનાં અપડેટ્સ... હ્યુન્ડાઇએ 9-સીટર ઇલેક્ટ્રિક કાર આયનિક 9 લોન્ચ કરી હ્યુન્ડાઇએ તેની નવી ઇલેક્ટ્રિક કાર આયનિક 9 રજૂ કરી. આ કંપનીની ત્રણ-રો ઇલેક્ટ્રિક SUV કાર છે. આયનિક 9 110.3kWh બેટરી પેક દ્વારા સંચાલિત છે જે 620 કિલોમીટર સુધીની અંદાજિત રેન્જ પ્રદાન કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેને સુસંગત ચાર્જરથી માત્ર 24 મિનિટમાં 10-80% સુધી ચાર્જ કરી શકાય છે. તેને નવેમ્બર 2024 માં આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં ડ્યુઅલ-ટોન કેબિન, ડ્યુઅલ ડિજિટલ સ્ક્રીન, મલ્ટી-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, પેનોરેમિક સનરૂફ, 8-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ અને લેવલ-2 એડાસનો સમાવેશ થાય છે. આ વર્ષે ભારતમાં લોન્ચ થવાની ધારણા છે.
Article Text 2
એર ટેક્સી શૂન્યનો પ્રોટોટાઇપ લોન્ચ એરોસ્પેસ સ્ટાર્ટઅપ સરલા એવિએશને ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં તેની પ્રોટોટાઇપ એર ટેક્સી, શૂન્યનું અનાવરણ કર્યું. કંપની 2028 સુધીમાં બેંગલુરુમાં ઇલેક્ટ્રિક ફ્લાઇંગ ટેક્સીઓ શરૂ કરવાની યોજના ધરાવે છે. કંપનીએ કહ્યું કે તે 250kmphની ઝડપે ઉડી શકશે. આ ટેક્સીઓ 20-30 કિમીની ટૂંકી મુસાફરી માટે હશે. આનાથી ભીડભાડવાળા વિસ્તારોમાં મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઓછો થવાની અપેક્ષા છે. બેંગલુરુ સ્થિત આ પ્લેટફોર્મનું નામ ભારતની પ્રથમ મહિલા પાઇલટ સરલા ઠુકરાલના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેની સ્થાપના ઓક્ટોબર 2023 માં એડ્રિયન શ્મિટ, રાકેશ ગાંવકર અને શિવમ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. સરલા એવિએશન પ્રોટોટાઇપ શૂન્ય છ મુસાફરો માટે રચાયેલ છે અને તે મહત્તમ 680 કિલોગ્રામ પેલોડ વહન કરી શકે છે.
Article Text 3
ભારતની પહેલી સોલર કાર 'ઇવા' લોન્ચ ઓટો એક્સપોમાં ભારતની પહેલી સોલરથી ચાલતી કાર ઈવા લોન્ચ કરવામાં આવી છે. વેવ ઈવા એક નાની કાર છે, જેમાં 2 લોકો અને એક બાળક બેસી શકે છે. આ કાર એક જ ચાર્જ પર 250 કિલોમીટરની રેન્જનો દાવો કરે છે. આ કાર સેકન્ડમાં 0-40 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. કંપનીએ જણાવ્યું હતું કે વેવ ઈવામાં એક ફ્લેક્સિબલ સોલર પેનલ આપવામાં આવી છે, જેના દ્વારા કાર દરરોજ 10 કિલોમીટર ચાલી શકે છે. ઊર્જા સંગ્રહ માટે વેવ ઈવા 18 kWh બેટરી પેક સાથે આવે છે. વેવ ઈવા ત્રણ વેરિયન્ટ નોવા, સ્ટેલા અને વેગામાં ઉપલબ્ધ થશે, જેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹3.25 લાખ છે. એમાં સબ્સ્ક્રિપ્શન પ્લાન તરીકે બેટરી છે. આ કિંમત પહેલા 25,000 ગ્રાહકો માટે હશે, જેની ડિલિવરી 2026માં શરૂ થશે.
Article Type
News
Story of Parmarth
Story of Purusarth
Article Language
Gujrati
Hindi
English
Display on Section
Home Page Small Slider
Home Page Big Slider
Top Stories
State
Gujarat
Andhra Pradesh
Andaman and Nicobar Islands
Arunachal Pradesh
Assam
Bihar
Chandigarh
Chhattisgarh
Dadar and Nagar Haveli
Daman and Diu
Delhi
Lakshadweep
Puducherry
Goa
Haryana
Himachal Pradesh
Jammu and Kashmir
Jharkhand
Karnataka
Kerala
Madhya Pradesh
Maharashtra
Manipur
Meghalaya
Mizoram
Nagaland
Odisha
Punjab
Rajasthan
Sikkim
Tamil Nadu
Telangana
Tripura
Uttar Pradesh
Uttarakhand
West Bengal
Area
News
Story of Parmarth
Story of Purusarth
Article Tags
Article Image Url 1
Article Image Url 2
Article Image Url 3
Video Url
Article Location
Article Keywords