Logo
Dashboard
Article
Add Article
Article list
Logout
Add Article
Add Article
Article Title
Article Text 1
દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET 2025 ફક્ત પેન અને પેપર મોડ એટલે કે OMR આધારિત જ લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની આ પરીક્ષા એક જ દિવસે અને એક જ શિફ્ટમાં લેવામાં આવશે. સરકારી સૂત્રોનું કહેવું છે કે NMC, NTA, શિક્ષણ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય સાથેની ચર્ચામાં સર્વાનુમતે એ વાત પર સહમતિ બની હતી કે વર્તમાન પેટર્ન અને પરીક્ષાની પદ્ધતિમાં કોઈપણ ફેરફાર કરતાં પહેલાં વિદ્યાર્થીઓને પૂરતો સમય આપવો જોઈએ.
Article Text 2
પરીક્ષા સિંગલ ડે અને સિંગલ શિફ્ટ ફોમ્ર્યુલામાં લેવાતી હોવાથી નોર્મલાઇઝેશન પ્રક્રિયાની જરૂર નથી. મોટાભાગનાં વિદ્યાર્થીઓ NEET-UG માટે અરજી કરે છે, જો કે, પરીક્ષા સુધારણા માટે રચાયેલી સમિતિની ભલામણો મુજબ, કમ્પ્યુટર આધારિત ટેસ્ટથી લઈને હાઇબ્રિડ મોડ સુધીની દરેક બાબતને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી. આ પરીક્ષા આરોગ્ય મંત્રાલય હેઠળ નેશનલ મેડિકલ કમિશન એક્ટ 2019 હેઠળ અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવતી હોવાથી, એનએમસીનો અભિપ્રાય પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આટલી મોટી પરીક્ષાને તાત્કાલિક સીબીટી અથવા હાઇબ્રિડ મોડમાં લાગું કરવાથી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી શકે છે અને તેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે NEET UG પણ ઑફલાઇન રહેશે. કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ 2024 ગયાં વર્ષે હાઇબ્રિડ મોડમાં લેવામાં આવી હતી, પરંતુ NTA આ વર્ષે CBTમોડમાં જ આ પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. તેવી જ રીતે, UGC NET પણ સીબીટી મોડમાં હાથ ધરવામાં આવે છે. JEE Main પહેલેથી જ સીબીટી મોડમાં છે. NEET UG 2025 અંગેની ગેરરીતિઓ અંગે ડો. રાધાકૃષ્ણનની કમિટીની ભલામણોને પગલે એનટીએમાં માનવબળની અછત દૂર કરવામાં આવી હતી. નવાં સ્ટાફની નિમણૂક કરવામાં આવી હતી અને ઘણી પરીક્ષાઓની પેટર્ન પણ બદલાઈ હતી. NEET-UGપરીક્ષા અંગેનો નિર્ણય માત્ર નેશનલ મેડિકલ કમિશનની સંમતિથી લેવાનો હતો અને આ વખતે NMCA પરીક્ષા ઑફલાઇન કરવા પર જ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. શિક્ષણ મંત્રાલય દ્વારા રચાયેલ રાધાકૃષ્ણન સમિતિએ પરીક્ષાનાં બંને મોડ માટે વિગતવાર SOPs અને ચેકપોઇન્ટ આપ્યાં છે. ગયાં વર્ષે, NEET-UGમાં 24 લાખથી વધુ અરજીઓ કરવામાં આવી હતી અને જેમ જેમ MEDICAL કોલેજો અને સંસ્થાઓની સંખ્યામાં વધારો થયો છે તેમ તેમ MBBS બેઠકોમાં પણ વધારો થયો છે. તેને ધ્યાનમાં લેતાં આ સંખ્યા 25 લાખથી વધુ થવાની ધારણા છે. આવી સ્થિતિમાં, CBT મોડ સાથે પરીક્ષાને સામાન્ય બનાવવી એ એક મોટો પડકાર હશે. પરીક્ષાની પ્રક્રિયા અને વિવિધ શિફ્ટમાં નોર્મલાઇઝેશન પર પ્રશ્નો ઉભા થતાં રહે છે. સૂત્રોનું કહેવું છે કે, NEET-UGની પેટર્ન બદલતાં પહેલાં એક મોટી યોજના ઘડવી પડશે. વિદ્યાર્થી સમુદાયના હિતમાં આ વર્ષે પરીક્ષાની પેટર્નમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવાયો હતો. કોઈપણ ફેરફારોની જાહેરાત કરતાં પહેલાં વિદ્યાર્થીઓને પૂરતો સમય આપવામાં આવશે.
Article Text 3
શિક્ષણ મંત્રાલયનાં સૂત્રોનું કહેવું છે કે, ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણો અનુસાર પરીક્ષા કેન્દ્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. એનટીએ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર બહાર પાડવામાં આવશે, જેમાં દરેક પરીક્ષાનાં રજિસ્ટ્રેશનથી લઈને પરિણામ સુધીની સંભવિત તારીખો જાહેર કરવામાં આવશે. પરીક્ષા સુધારણા સમિતિએ ભલામણ કરી છે કે શક્ય તેટલા વધુ કેન્દ્રો હોવા જોઈએ. જ્યારે વિદ્યાર્થીએ તેનાં રજીસ્ટ્રેશન ફોર્મમાં પરીક્ષા કેન્દ્રનો વિકલ્પ આપ્યો હોય તેવા જિલ્લાઓમાં કેન્દ્રો ફાળવવાના પ્રયાસો કરવા પડશે. જો કોઈ કારણોસર તે જિલ્લાઓમાં કોઈ કેન્દ્ર ન હોય, તો તે કિસ્સામાં પણ કેન્દ્ર 200 કિલોમીટરથી વધુના અંતરે ન હોવું જોઈએ. ઉપરાંત, વિદ્યાર્થીને પરીક્ષાનાં ઘણાં દિવસો પહેલાં કેન્દ્ર વિશે જાણ કરવાની રહેશે જેથી તે તે મુજબ તૈયારી કરી શકે. એનટીએએ ભલામણો પર ધ્યાન આપવું પડશે. મોટાભાગનાં ઉમેદવારો NEET UG માટે અરજી કરે છે, જેનાં આધારે MBBS, ARYUVEDIC, હોમિયોપેથિક અને અન્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવે છે. વર્તમાન પ્રથા મુજબ, નોંધણી ફેબ્રુઆરીની શરૂઆતમાં શરૂ થાય છે અને પરીક્ષાઓ મેના પ્રથમ રવિવારે લેવામાં આવે છે. હવે NTAનું શિડ્યુલ આવ્યાં બાદ તારીખો નક્કી કરવામાં આવશે. એનટીએ કેટલાક વિદેશી શહેરોમાં પણ આ પરીક્ષાનું આયોજન કરે છે. 2024 માં NEET UG પરીક્ષા માટે 24.06 લાખ નોંધણીનો રેકોર્ડ હતો અને 97 ટકાથી વધુ એટલે કે 23.33 લાખ લોકોએ પરીક્ષા આપી હતી.
Article Type
News
Story of Parmarth
Story of Purusarth
Article Language
Gujrati
Hindi
English
Display on Section
Home Page Small Slider
Home Page Big Slider
Top Stories
State
Gujarat
Andhra Pradesh
Andaman and Nicobar Islands
Arunachal Pradesh
Assam
Bihar
Chandigarh
Chhattisgarh
Dadar and Nagar Haveli
Daman and Diu
Delhi
Lakshadweep
Puducherry
Goa
Haryana
Himachal Pradesh
Jammu and Kashmir
Jharkhand
Karnataka
Kerala
Madhya Pradesh
Maharashtra
Manipur
Meghalaya
Mizoram
Nagaland
Odisha
Punjab
Rajasthan
Sikkim
Tamil Nadu
Telangana
Tripura
Uttar Pradesh
Uttarakhand
West Bengal
Area
News
Story of Parmarth
Story of Purusarth
Article Tags
Article Image Url 1
Article Image Url 2
Article Image Url 3
Video Url
Article Location
Article Keywords