કાનપુર ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ ક્રિકેટમાં ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપીને ટેસ્ટ ક્રિકેટમાં તેણે 300 વિકેટ પૂરી કરી લીધી હતી. રવીન્દ્ર જાડેજાએ પોતાના જ બોલ પર ખાલિદ અહેમદનો કેચ પકડીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ સાથે જે જાડેજા ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 300 વિકેટ લેનાર પહેલો લેફ્ટ આર્મ સ્પિનર બની ગયો છે.
અગાઉ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 266 વિકેટ લેનાર લેફ્ટ આર્મ સ્પિનર બિશન સિંહ બેદી હતા. પરંતુ હવે જાડેજાએ 300 વિકેટ ઝડપી નવો કીર્તિમાન સ્થાપિત કરી દીધો છે. જાડેજા વિશ્વનો ત્રીજો લેફ્ટ આર્મ સ્પિનર છે, કે જેના નામે 300 ટેસ્ટ વિકેટ છે. સૌથી વધુ 433 ટેસ્ટ વિકેટ લેનાર લેફ્ટ આર્મ સ્પિનર શ્રીલંકાનો રંગના હેરાથ છે. આ સિવાય ન્યૂઝીલેન્ડના ડેનિયલ વિટ્ટોરીએ 362 વિકેટ લીધી છે. જો કે, જાડેજા એશિયાનો એકમાત્ર લેફ્ટ આર્મ સ્પિનર છે કે, જેણે ટેસ્ટમાં 3000થી વધુ રન બનાવવા ઉપરાંત 300 વિકેટ પણ લીધી છે. અને ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ ઝડપનાર જાડેજા સાતમો ભારતીય બોલર બની ગયો છે.