HCL ટેકનોલોજીના સ્થાપક અને ચેરમેન શિવ નાડરને દિલ્હીના સૌથી ધનિક બીઝનેસમેન તરીકે સૌ ઓળખે છે અને તેઓ દરરોજ 5.6 કરોડનું દાન કરે છે એ બહુ ઓછાને ખબર હશે.
એડેલગિવ હુરુન ઈન્ડિયા ફિલેન્થ્રોપી લીસ્ટ પ્રમાણે તેમણે નાણાકીય વર્ષ 2022-23માં કુલ 2.42 કરોડ રૂપિયાનું દાન કર્યું હતુ. ભારતના અમીર લોકોની યાદીમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને શાપુર મસ્ત્રી કરતા શિવ નાડર પાછળ છે,પરંતુ દાનની બાબતે બધા કરતા આગળ નીકળી ગયા છે.
તેમણે 1976માં કેટલાક મિત્રો સાથે મળીને 1,87,000 રૂપિયા રોકીને એક ગેરેજમાં HCL એટલે કે હિન્દુસ્તાન કમ્પ્યુટર્સ લિમિટેડ નામની કંપની શરૂ કરી હતી. શરૂઆત કેલ્કયુલેટર બનાવવાથી કરી અને થોડા સમયમાં જ વૈશ્વિક ઈંઝ સર્વિસીસ કંપની બની ગઈ. 60થી વધુ દેશમાં HCL કામ કરે છે અને 2.22 લાખથી વધુ કર્મચારી છે. 2020માં તેમણે કંપનીનુ સુકાન પુત્રી રોશની નાડર મલ્હોત્રાને સોંપ્યુ હતું.