વડાપ્રધાન મોદીએ પોતાની સિંગાપોર યાત્રાનો પ્રારંભ કર્યો હતો અહીં સિંગાપોરના વડાપ્રધાન વોંગે ઉષ્માભેર પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતું. સિંગાપોરના પીએમ લેરિંગ વોંગની હાજરીમાં સિંગાપોરમાં ડિજીટલ ટેકનોલોજી, સ્વાસ્થ્ય અને ચિકિત્સા, શૈક્ષણિક સહયોગ અને કૌશલ વિકાસ અને ભારત-સિંગાપોર સેમી કંડકટર ઇકોલોજી તંત્ર ભાગીદારીના ક્ષેત્રમાં ભારત અને સિંગાપોર વચ્ચે અનેક સમજુતી પર હસ્તાક્ષર થયા હતા.
આ તકે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ફોર-જીના નેતૃત્વના સિંગાપોર વધુ ઝડપથી પ્રગતિ કરશે. સિંગાપોર વિકાસશીલ દેશો માટે એક પ્રેરણા છે. અમે પણ ભારતમાં અનેક સિંગાપોર બનાવવા માગીએ છીએ અને મને ખુશી છે કે આ દિશામાં અમે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ. ભારત અને સિંગાપોર જે પહેલા સમજૂતી થઇ તે મુજબ ભારત સરકારના ઇલેકટ્રોનિકસ અને માહિતી મંત્રાલય અને સિંગાપોરના ડિજીટલ ડેવલપમેન્ટ મંત્રાલય સાથે મળીને ડિજીટલ ટેકનીકના ક્ષેત્રમાં સહયોગ કરશે. આથી બંને દેશો વચ્ચે ડિજીટલ ટેકનીક જેમ કે ડીપીઆઇ, સાઇબર સિકયોરીટી, ફાઇવ-જી, ઇમર્જિંગ ટેકનીક જેવા સુપર કોમ્પ્યુટીંગ અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં સહયોગ કરવા પર સહમતી સાધી.
શ્રમિકોના કૌશલને વધારવા અને ડિજીટલ ડોમેનમ કામ કરનારા લોકોની સ્કીલ બહેતર બનાવવા માટે પણ બંને દેશો વચ્ચે સમજુતી થઇ છે. સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પણ સમજુતી થઇ છે.