કેલિફોર્નિયા નજીક મોજાવીના રણમાં ઊગેલો કિંગ ક્લોન છોડ ૧૧૭૦૦ વર્ષનો છે.
ઝાડી ઝાંખરા જેવો આ છોડ ૪૫ ફૂટ વ્યાસના ગોળાકાર મેદાનમાં ઉગેલો છે.
આ વનસ્પતિને ક્રિઓસોર બુશ પણ કહે છે.
વિજ્ઞાાનીઓ આ છોડને વિશ્વનો સૌથી વૃધ્ધ છોડ કહે છે.
કેલિફોર્નિયા યુનિવર્સિટીના વિજ્ઞાાનીઓએ સંશોધન કરીને વૈજ્ઞાાનિક પધ્ધતિથી આ છોડનું આયુષ્ય શોધી કાઢયું હતું.
જો કે આ અજાયબ વનસ્પતિના વિસ્તારમાં સામાન્ય લોકોને જવાની મનાઈ છે.
ઝીણા પાન ધરાવતી આ વનસ્પતિ પાણીની અછત હોય તો પણ જીવિત રહે છે.
તેના પાન પર મીણ જેવું ઘટ્ટ પ્રવાહી જામેલું હોય છે તે પાનને લીલા રાખે છે.
આ છોડ પર પીળા ફૂલ બને છે. આ છોડની આસપાસ અન્ય કોઈ વનસ્પતિ ઊગી શકતી નથી.
કેલિફોર્નિયાના જંગલ તેના વયોવૃધ્ધ વૃક્ષો માટે પણ જાણીતા છે.
તેમાં પાંચ હજાર વર્ષનું ગ્રેટ બસીન પાઈન, તેમજ બે હજાર વર્ષ કરતાં વધુ આયુષ્ય ધરાવતા અસંખ્ય જાયન્ટ સિક્વાંયાનો સમાવેશ થાય છે.