Gmail નો ઉપયોગ કરતાં લોકોએ એકવાર આ સમાચાર ધ્યાનથી વાંચી લેવા જોઈએ. હકીકતમાં ગુગલ એ લોકોના Gmail એકાઉન્ટ બંધ કરી રહી છે જે લોકો ઘણા સમયથી તેનો ઉપયોગ નથી કરી રહ્યા.
કંપનીનું કહેવુ છે જે યુજર્સ છેલ્લા બે વર્ષથી Gmail એકાઉન્ટ પર એક્ટિવ નથી.
તેવા અનએક્ટિવ એકાઉન્ટને 1 ડિસેમ્બરથી ડિલીટ કરી દેવામાં આવશે.
બે વર્ષથી અનએક્ટિવ હશે તેવા એકાઉન્ટ્સને ડિલીટ કરવાની પ્રક્રિયા શરૂ
હાલમાં જ Gmail દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે, જેમા ગૂગલે તમામ Gmail વપરાશકર્તાઓ માટે તાત્કાલિક સમયમર્યાદા જારી કરી છે, ચેતવણી આપી છે કે આવતા મહિને એકાઉન્ટ્સ કાઢી નાખવામાં આવશે. ટેક જાયન્ટે પુષ્ટિ કરી છે કે, તે ડિસેમ્બર 2023 માં ઓછામાં ઓછા બે વર્ષથી અનએક્ટિવ હશે તેવા એકાઉન્ટ્સને ડિલીટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
જે અનએક્ટિવ એકાઉન્ટ છે તેને 1 ડિસેમ્બરથી ડિલીટ કરી દેવામાં આવશે
જે લોકો રેગ્યુલર રીતે Gmail, Docs, Calendar અને Photos નો ઉપયોગ કરે છે, તેઓએ જરા પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે અપડેટ એક્ટિવ એકાઉન્ટ્સને અસર કરશે નહીં.
જો કે, જો તમારું Google એકાઉન્ટ લાંબા સમયથી નિષ્ક્રિય હશે, તો હવે તેના પર કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.
આ સાથે ગૂગલે કહ્યું કે જો Google એકાઉન્ટ ઓછામાં ઓછા 2 વર્ષથી ઉપયોગ કરવામાં નહી આવ્યો હોય અથવા સાઇન ઇન પણ કરવામાં નહી આવ્યુ હોય, તો અમે એકાઉન્ટ અને તેના કંટેંટને હટાવી લઈશું.
જે અનએક્ટિવ એકાઉન્ટ છે તેને 1 ડિસેમ્બરથી ડિલીટ કરી દેવામાં આવશે.
આ બે રીતે રહેશે તમારુ એકાઉન્ટ સેફ
1 ગુગલ એકાઉન્ટને બચાવવું હોય તો બે વર્ષની અંદર એકાઉન્ટને સાઈન ઈન કરો, તમે જીમેઈલમાં લોગઈન કરીને ગુગલના એકાઉન્ટને બચાવી શકો છો.
2. જો તમે Gmail નો ઉપયોગ કરવા માંગતા નથી, તો તમે Google ની અન્ય બીજી સર્વિસનો ઉપયોગ કરી શકો છો.
તમે Google એકાઉન્ટમાં લૉગ ઇન કરીને YouTube પર વિડિઓઝ જોઈ શકો છો. આ ઉપરાંત તમે Play Store પરથી એપ ડાઉનલોડ કરી શકો છો.