રાજકોટઃ હીરાસર એરપોર્ટ આમ તો 31 કિલોમીટર દૂર છે. જો કે, શહેરથી દૂર આવેલા આ એરપોર્ટ પર હવે પહોંચવું આસાન બનશે.
એસટી વિભાગ દ્વારા વિશેષ બસ શરૂ કરવામાં આવી છે.
હીરાસરમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થઇ ગયું છે.
ત્યારે હિરાસર એરપોર્ટ પહોંચવા માટે એસટી વિભાગ દ્વારા એસી ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે. ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહે બસોને રાજકોટ બસપોર્ટ પરથી લીલીઝંડી આપવામાં આવી હતી.
હીરાસર એરપોર્ટ પહોંચવા માટે રાજકોટ બસપોર્ટથી સવારે 6 વાગ્યાથી દર 2 કલાકે બસ મળશે.
તે જ રીતે હિરાસર એરપોર્ટથી સવારે 7 વાગ્યાથી દર 2 કલાકે આ બસ મળશે. એક વ્યક્તિદીઠ 100 રૂપિયા ભાડું રાખવામાં આવ્યું છે.
જેનાથી મસમોટા ટેક્સી ભાડાથી મુસાફરોને રાહત મળશે.
રાજકોટ બસપોર્ટથી રાજકોટ ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ (હીરાસર) જવા-આવવા માટે રાજકોટ એસ.ટી વિભાગે નવીન ઇલેક્ટ્રીક બસ સર્વિસ શરુ કરી છે.
દરરોજ સવારે 6 કલાકે, 8 કલાકે, 10 કલાકે, 12 કલાકે, બપોરે 1 કલાકે, બપોરે 3 કલાકે, સાંજે 5 કલાકે, છેલ્લી બસ સાંજે 7 કલાકે મળી રહેશે.
ઇલેકટ્રીક બસ સર્વિસ એરપોર્ટથી રાજકોટ આવવા માટે દરરોજ સવારે 7 કલાકે, 9 કલાકે, 11 કલાકે, બપોરે 1 કલાકે, બપોરે 2 કલાકે, સાંજે 4 કલાકે, સાંજે 6 કલાકે, છેલ્લી બસ રાત્રે 8 કલાકે મળી રહેશે.
સામાન્ય રીતે એરપોર્ટ શરૂ કરાયું તે પહેલાં એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવતી હતી કે, આ એરપોર્ટ ઘણું દૂર છે જેથી મુસાફરોને મોંઘા ભાડા ચૂકવવા પડશે. જો કે, મુસાફરોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને એસ.ટી વિભાગ દ્વારા રાજકોટ એસટી વિભાગ દ્વારા આ બસ શરૂ કરવામાં આવી છે.
એસટી વિભાગની આ બસ સેવા શરૂ થવાથી અનેક મુસાફરોને ઘણો મોટો ફાયદો થશે.