રવિનાબેને પોતાના 31 ઇંચ વાળ કેન્સર દર્દીઓ માટે ડોનેટ કરી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
સ્ત્રીઓને પોતાના વાળ સૌથી પ્રિય હોય છે. વાળ સ્ત્રીઓની સુંદરતામાં વધારો કરે છે.
ત્યારે મહેસાણાના આસજોલ ગામના વતની રવિનાબેન સોલંકીએ પોતાના સુંદર વાળ કેન્સર દર્દી માટે ડોનેટ કરી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
રવિનાબેન સોલંકીએ પોતાના 31 ઈંચ જેટલા વાળને નિજાનંદ પ્રકૃતિ મંડળનો સંપર્ક કરી કેન્સરના દર્દીઓ માટે દાનમાં આપ્યા છે. મહેસાણાના આસજોલ ગામના વતની રવિનાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, કેન્સરના દર્દીઓને કેન્સરની સારવાર દરમિયાન અસહ્ય પીડાથી પસાર થવું પડતું હોય છે.
કેન્સરના દર્દીઓને સારવાર દરમિયાન કિમો થેરાપી કરાવવી ખુબ જ જરૂરી હોય છે, જેના કારણે તેમના વાળ ખરી જતા હોય છે.
જો કોઈ મહિલાને કેન્સર થયું હોય ત્યારે તેના સુંદર વાળ સારવાર પ્રક્રિયા દરમિયાન ગુમાવવા પડતા હોય છે, જે એક મહિલા માટે અતિ દૂખદ છે.
આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી" મે મારા લાંબા વાળમાંથી 31 ઇંચ વાળ ડોનેટ કર્યા છે".
તેઓ છેલ્લા 4 વર્ષથી પોતાના વાળ કેન્સરના દર્દીઓને ડોનેટ કરવાનું વિચારી રહ્યા હતા.
તેમણે મહેસાણામાં આવેલી નિજાનંદ પ્રકૃતિ મંડળનો સંપર્ક કરી કેન્સરના દર્દીઓ માટે 31 ઇંચ વાળ ડોનેટ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, રવિના બેન પોતે હાર્ટના દર્દી છે, છતાં તેઓએ જે કાર્ય કર્યું છે, તેને વારંવાર બિરદાવાનું મન થાય.