બાળકોના અભ્યાસ માટે પિતા કરી રહ્યા છે કડી મજુરી
નોઈડા વિસ્તારમાં રિક્ષામાં રુમાલ રાખીને વેચતા બલવંતસિંહના પુત્રએ દિલ્હી ટેક્નિકલ યુનિવર્સિટીમાં એકમિશન મેળવ્યું છે.
મુળ તો તેઓ અલીગઢના રહેવાસી છે.
પરંતુ બલવંતસિંહ નોઈડા સેક્ટર 37 થી 18 ની બાજુમાં આવતાં રોડ પર એટલે કે નોઈડા દાદરી રોડ પર સેક્ટર 38 પર 25 વર્ષથી રુમાલ વેચવાનો ધંધો કરે છે.
બાળકોના અભ્યાસ માટે પિતા કડી મજુરી કરી રહ્યા છે
બળવંતસિંહનું કહેવું છે કે તે આખો દિવસ ઠંડી, ગરમી કે વરસાદમાં બારેમાસ આ રોડ પર ઊભા રહ્યા બાદ 1000 સુધી માંડ કમાણી કરે છે.
બલવંતસિંહને બે બાળકો છે. જેમા 18 વર્ષનો પુત્ર સુરજલ અને 20 વર્ષની પુત્રી મુસ્કાન આ બન્ને બાળકો ભણવામાં હોશિયાર છે.
દિકરો સુરજલ ભણવામાં વધુ હોશિયાર હતો. તેથી તેનું IIT માં એડમિશન લેવા માટે વિચાર્યુ હતું, 12માં ધોરણ પછી એક વર્ષનો ડ્રોપ લીધો હતો અને ઓનલાઈન કોચિંગ ક્લાસ દ્વારા JEE Mains માં તૈયારી શરુ કરી હતી.
સુરજલ આગળ વધુ અભ્યાસ સાથે સાથે UPSCની તૈયારી કરવા ઈચ્છે છે
JEE Mains માં સુરજલને 99.2 ટકા સાથે પાસ કરી હતી કારણ કે તેણે એક વર્ષનો ડ્રોપ લીધો હતો.
તેના કારણે સુજલ JEE Advance ના આપી શક્યો, જોકે JEE Mains માં સારા ટકા આવતા હવે દિલ્હી ટેક્નિકલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાઈન્સ વિભાગમાં સુરજલને પસંદ કરવામાં આવ્યો છે.
બળવંતસિંહ કહે છે કે દિકરો ભણવામાં હોશિયાર હતો તેથી તેને ભણાવવા માટે હુ સતત મહેનત કરી રહ્યો છું.
બલવંતસિંહે કહ્યુ કે સુરજલ આગળ વધુ અભ્યાસ માટે UPSCની તૈયારી કરવા ઈચ્છે છે.
તો દિકરી મુસ્કાન પણ હાલમાં ઈગ્નુમાં B.Sc કરી રહી છે. સાથે સાથે તે પણ UPSCની તૈયારી કરી રહી છે.