આ શહેરની સુંદરતા જાળવી રાખવા માટે સરકારે એવો નવો કાયદો અમલમાં મૂક્યો છે કે જે સાંભળીને નવાઇ લાગે.
શું છે કાયદો ?
સ્વિટ્ઝર્લેન્ડની સરકારે ઝરમેટ શહેરમાં લોકોની વ્યક્તિગત કાર પર પ્રતિબંધ મૂક્યો છે.
નવા નિયમ મુજબ શહેરના લોકો પોતાના ઘરે પણ ગાડી ખરીદીને રાખી શકતા નથી.
લોકો શહેરની અંદર જવા માટે ફક્ત જાહેર પરિવહનનો ઉપયોગ કરી શકે છે.
સરકારની પરવાનગી લેવી પડશે
સરકારે નિર્ણય લીધો છે કે શહેરની અંદર કોઈ પોતાની કાર નહીં રાખી શકે.
ઉપરાંત, કોઈ પણ વ્યક્તિ કાર દ્વારા એક શહેરમાંથી બીજા શહેરમાં જઇ કે આવી શકશે નહીં.
આવી સ્થિતિમાં હવે લોકો પાસે શહેરની અંદર મુસાફરી કરવા માટે માત્ર પબ્લિક ટ્રાન્સપોર્ટનો વિકલ્પ બચ્યો છે.
આ નિર્ણય શહેરની સુંદરતા બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ માટે સરકારે લોકોને પોતાના ઘરમાં વાહનો રાખવા પર પ્રતિબંધ મૂક્યો છે.
આ ઉપરાંત શહેરની ડીઝલના વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જો કે, જો લોકોને વાહનની જરૂર હોય તો ખાસ પરમિટ માટે અરજી કરવી જરૂરી છે.
ત્યાર પછી જો ત્યાંની સરકાર તેને પરમિટ આપશે તો તેને કસ્ટમ મેડ સ્પેશિયલ કાર આપવામાં આવશે.
સરકાર જાતે જ કારની ડિઝાઈન કરશે અને લોકોને ડ્રાઈવ કરવા માટે આપશે.