યુપીના હરદોઈના રહેવાસી 68 વર્ષીય મહિલાએ કંઈક એવું કરી બતાવ્યું કે, વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે.
હરદોઈના કુમુદનીએ 68 વર્ષની ઉંમરમાં LLBનો અભ્યાસ કર્યા બાદ ઓલ ઈન્ડિયા બાર એસોસિએશનના પહેલા જ અટેમ્પમાં પરીક્ષા પાસ કરીને તેઓ વિશ્વના સૌથી વૃદ્ધ મહિલા એડવોકેટ બની ગયા છે.
હરદોઈની આવાસ વિકાસ કોલોનીમાં રહેતી 70 વર્ષીય કુમુદની દેવી બેઝિક એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરતી હતી અને હેડ મિસ્ટ્રેસના પદ પરથી નિવૃત્ત થઈ ગઈ છે.
રિટાયર્ડ થયા બાદ તેમણે LLB કરવા માટે લો કોલેજમાં એડમિશન લીધું તેની પરીક્ષામાં તેઓ સારા નંબરે પાસ પણ થયા.
LLB પૂર્ણ કર્યા બાદ તેમણે પ્રથમ પ્રયાસમાં ઓલ ઈન્ડિયા બાર એસોસિએશનની પરીક્ષા પણ પાસ કરી અને સૌથી વધુ ઉંમરમાં LLB કરનાર અને વકીલ બનનાર મહિલા બની ગયા.
સૌથી વધુ ઉંમરમાં અભ્યાસ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
કુમુદની દેવીને 68 વર્ષની ઉંમરમાં LLB અને ઓલ ઈન્ડિયા બાર એસોસિએશનની પરીક્ષા પ્રથમ પ્રયાસમાં પાસ કર્યા બાદ વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ રેકોર્ડ સર્ટિફિકેટથી સમ્માનિત કરવામાં આવ્યા.
કુમુદની દેવીએ જણાવ્યું કે નોકરીમાંથી નિવૃત્ત થતાંની સાથે તેમણે લો કોલેજમાં એડમિશન લઈને LLBનો અભ્યાસ શરૂ કરી દીધો હતો.
LLB કર્યા બાદ પણ તે અટકી નહીં અને જેમ-જેમ તેમની ઉંમર વધી રહી છે તેમ-તેમ તેઓ આગળની ડિગ્રીઓ વધારી રહ્યા છે.
હવે તેઓ એલએલએમ કરી રહ્યા છે. તે પૂર્ણ કર્યા બાદ તેઓ પીએચડી કરવાની પણ વાત કરી રહ્યા છે.
કુમુદનીએ જણાવ્યું કે, નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ વંચિત અને શોષિત મહિલાઓ અને જેલમાં બંધ નિર્દોષોની મુક્તિ માટે કેસ લડશે અને આ માટે તે કોઈપણ પ્રકારની ફી નહીં લેશે.
તેમણે જણાવ્યું કે, નિવૃત્તિ બાદ તેમને પેન્શન મળી રહ્યું છે જેના કારણે તેઓ તેમની મદદ કરવા માટે સક્ષમ છે.