અહીં કેરી, કેળા સહિતના પાકનું વાવેતર જોવા મળે છે.
પરંતુ લીલીયાના ઈંગોરાળા ગામના ખેડૂતે સફરજનની ખેતી શરૂ કરી છે.
આ ખેડૂતે અમેરીકાથી પ્લેન મારફત સફરજનના છોડ મંગાવી 40 વિઘા જમીનમાં તેનું વાવેતર કર્યું છે. જો કે તેણે પ્રથમ વાવેતર સફળ રહ્યું ન હતું.
અને 3000 છોડમાંથી 2500 છોડ નિષ્ફળ ગયા હતા.
તો તેણે હિમત હાર્યા વગર ફરી 2500 સફરજનના રોપાનું વાવેતર કરી દીધું છે.
ઈંગોરાળાના ખેડૂત રમેશભાઈ શિંગાળાએ જણાવ્યું હતું કે 15 બાય 15ના ગાળે સફરજનના એક છોડનું વાવેતર કર્યું છે.
તેના પરિવારના સભ્ય અમેરીકા ખાતે વસવાટ કરે છે. તેણે તેના મારફત પ્લેનમાં સફરજનના 3000 છોડ મંગાવ્યા હતા.
અમરેલી પહોંચતા એક છોડ રૂપિયા 3000 સુધીમાં પડ્યો હતો. રમેશભાઈ શિંગાળાએ અને તેના કુંટુબીકે 40 વિઘામાં બે ટુકડામાં સફરજનની ખેતી કરી છે.
પ્રથમ વાવેતરમાં 2500 જેટલા રોપા નિષ્ફળ થયા હતા. તો ખેડૂતે ફરી નવા 2500 છોડ મંગાવી તેનું વાવેતર કરી દીધું છે.
મોળું અને ખારા પાણીના કારણે છોડમાં આવેલ ફુલ જતા રહે છે.
સફરજનમાં રવિ સીઝનમાં ઉત્પાદનની શરૂઆત થાય
પ્રાયોગીક ધોરણે સફરજનની ખેતી કરી શકાય છે. ખેડૂતો સારી મહેનત કરે તો ભવિષ્યમાં સફળતા પણ મળે છે.
5 બાય 5માં સફરજનના એક છોડનું વાવેતર કરવાનું હોય છે. મોટાભાગે હીમાચલપ્રદેશમાંથી રોપા મંગાવવામાં આવે છે.
સીઝનમાં એક વખત ઉત્પાદન આવે છે. સફરજનમાં ઓક્ટોબર નવેમ્બરમાં ઉત્પાદન આવે છે.
જે બાદ છોડના પાન ખરી જાય છે.
જે.ડી.વાળા, અમરેલી જિલ્લા નાયબ બાગાયત નિયામક